મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડા: માણસોમાં વધતી જતી વિકૃતિએ માનવ જીવન માટે મોટો ખતરો બની રહી છે. રાજ્યમાં અનેક જગ્યાઓ પર બાળાઓ સાથે દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. અને સાથે જ સલામત ગુજરાતનો નારો ક્યાંકને ક્યાંક ખોટો સાબિત થઇ રહ્યો છે. આવા માનસિક વિકૃત લોકોને ઓળખાવા મુશ્કેલ હોવાથી જાહેરમાં છૂટથી ફરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અંગે ખુબ મોટો સવાલા ઉભો થયો છે. મહિલાઓ,યુવતીઓ અને બાળાઓના એકલતાનો લાભ લેવા નરાધમો કોઈપણ હદ સુધી જઈ શકે છે હાલ સગીર યુવકોમાં પણ  મનોવિકૃતિ પ્રમાણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.

ભિલોડાના એક ગ્રામ્ય વિસ્તારમાં ધો.૮ માં અભ્યાસ કરતી બાળા ખેતરમાં ઘાસ લેવા જતા ગામના  જ નરાધમ સગીર યુવકે પહોંચી ઘઉંવાળા ખેતરમાં ખેંચી જઈ દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળાએ હિંમતભેર દુષ્કર્મી નો પ્રતિકાર કરતા ભાગી છૂટવામાં  સફળ રહેતા પીંખાતી બચી ગઈ હતી સમગ્ર ઘટનાથી ભિલોડા પંથકમાં ભારે ચકચાર મચી હતી.

ભિલોડાના એક ગ્રામ્ય વિસ્તારમાં શ્રમજીવી પરિવારની ધો.૮ માં અભ્યાસ કરતી બાળાને તેની માતાએ પશુઓ માટે ચીકુડી(ઘાસ) લેવા મોકલતા ખેતરમાં ઘાસ કાપતી બાળાની એકલતાનો લાભ લઈ ખેતરમાં ગામનો જ નરાધમ સગીર પહોંચી બાળકીને પાછળ થી પકડી લઈ નજીક ઘઉંના ખેતરમાં ખેંચી લઈ જઈ નીચે પાડી દઈ દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળાએ હિંમતભેર નરાધમ સગીરનો પ્રતિકાર કરી છટકી નાસી જઈ થોડે દૂરથી પસાર થતા ગામના વ્યક્તિ પાસે પહોંચી જતા દુષ્કર્મનો ભોગ બનતા બચી ગઈ હતી બાળાએ ઘરે જઈ પરિવારજનોને સમગ્ર ઘટના અંગે જાણ કરતા સમસમી ઉઠ્યા હતા બાળાના પિતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભિલોડા પોલીસે ઇપીકો કલમ-૩૫૪(એ) તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.