મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડા: કોરોનાના મહામારી વચ્ચે ગુજરાત સામાન્ય લોકો માટે લોકડાઉન અનલોક થતાં જ રાજકારણ પણ અનલોક થયું છે અને ચૂંટણી પંચે ગુજરાત સહિતની રાજ્યસભાની ૧૮ બેઠકોની ચૂંટણી જે મુલત્વી રાખવામાં આવી હતી તે ૧૯ જૂનના રોજ યોજાવાની જાહેરાત કરીને રાજકીય હલચલ ઉભી કરી દીધી છે. હાલની સ્થિતિમાં ભાજપ પાસે ૧૦૩ અને કોંગ્રેસ પાસે ૬૮ ધારાસભ્યો છે અને રાજ્યસભામાં જીતવા માટે દરેક ઉમેદવારે પ્રથમ પસંદગીના ૩૭ મતો જરૂરી બને છે. રાજ્યની ૧૮૨ માંથી ૭ બેઠકો ખાલી છે. જેની ૧૭૫ બેઠકોમાં ભાજપ ૧૦૩ ધરાવે જે પ્રથમ પસંદગીના ૧૦૫  મતોમાં બે ઘટે છે.ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન ડાઉન શરૂ થઈ ગયું છે.

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ પોતાના મિશનમાં લાગી ગયું છે. એટલે કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના પ્રયત્નો શરૂ કરી દીધા હોય તેમ બુધવારે કોંગ્રેસના ૩ ધારાસભ્યોએ રાજ્યના ડે. સીએમ નીતિન પટેલ સાથે બેઠક કરતા અલગ અલગ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ૫ ધારાસભ્યો રાજીનામુ આપી આગામી સમયમાં કેસરિયો ખેસ ધારણ કરી શકે છે ની વહેતી થયેલી અફવામાં અરવલ્લી જિલ્લાના ભિલોડા-મેઘરજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાનું નામ પણ ચર્ચામાં આવતા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

ભિલોડા-મેઘરજના ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાએ તમામ અફવાનો ખંડાન કરી જણાવ્યું હતું કે, હું કોંગ્રેસી છું અને હંમેશા કોંગ્રેસમાં રહીશ અને હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપવાનો છું. તે વાત મારા માટે પણ આશ્ચર્યજનક છે. આવી ખોટી અફવાઓથી મારી કોંગ્રેસ પક્ષ પ્રત્યેની વફાદારી સામે કોઈ ફર્ક પાડવાનો નથી તેમ જણાવ્યું હતું.

કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ કોંગ્રેસની નેતાગીરી, જૂથવાદ થી નારાજ હોવાના આક્ષેપ સાથે ગાંધીનગર પહોંચી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રીવેદીને ધારાસભ્ય પડે થી રાજીનામુ ધરી દેતા રાજકારણમાં હડકંપ મચ્યો છે ત્યારે  કૉંગ્રેસના વધુ ત્રણ  જેટલા ધારાસભ્યો ટૂંક સમયમાં રાજીનામાં ધરી શકે છે છે ની ચર્ચાએ જોર પકડ્યું છે જેમાં ઠાસરાના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાના નામની અટકળો ચાલી રહી છે હાલ તો રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ દયજનક હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે.