મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ અરવલ્લી જિલ્લાની ગીરીમાળાઓમાં હિંસક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે. શામળાજી-ભિલોડા પંથકમાં છેલ્લા પંદર દિવસમાં દીપડાએ માનવ વસ્તીમાં પ્રવેશી આતંક મચાવી પશુઓનું મારણ કરતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે. ભિલોડા તાલુકાના ઝૂમસર ગામના કમલેશભાઈ પટેલના ખેતરમાં બનાવેલ તબેલામાં ત્રાટકી બે માસના વાછરડાનું રવિવારે રાત્રીએ દીપડાએ વાછરડા મારણ કરી જંગલમાં ખેંચી લઈ જઈ મિજબાની કરતા પ્રજાજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંસક દીપડાને તાત્કાલિક વનવિભાગ તંત્ર પાંજરે પુરાવામાં આવેની માંગ લોકો કરી રહ્યા છે. વનવિભાગ તંત્ર ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી પાંજરું મુકવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડા-શામળાજી પંથકમાં આવેલા મઉં, વણઝર, ભેટાલી,રામનગર,નવા વક્તાપુર, જનાલી, વાંસેરા, દેવની મોરી વિસ્તારમાં દીપડા અને હિંસક પ્રાણીઓ અવાર નવાર પશુઓનું મારણ કરાયાની ઘટનાઓ બની છે.ઝૂમસર ગામમાં દીપડાએ બે માસના વાછરડાનું મારણ કરતા ભિલોડા પંથકમાં વધુ એકવાર દીપડાના આતંકથી પંથકના પ્રજાજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ભિલોડા અને વડાલી વનવિભાગ તંત્રના  કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મારણ સ્થળનું પંચનાનું કરી ખેડૂતને સહાય આપવા રાબેતા મુજબની  ઓનલાઈન અરજી કરી દીપડાને પાંજરે પુરાવા પાંજરું મુકવાની કામગીરી હાથ ધરી હતી.

ઝૂમસર ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી દીપડાના આતંકથી ભિલોડા-શામળાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સુમારે પ્રજાજનો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દીપડાના ભયના ઓથાર હેઠળ ગ્રામ્ય જીવન સુમસામ બની જાય છે ખેડૂતો પણ ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે દીપડો આજુબાજુના વિસ્તારમાં આંટા ફેરા મારતો રહેતા અને સતત માનવ વસ્તીમાં ઘુસી પશુઓનું મારણ કરતા વનવિભાગ તંત્ર દ્વારા સંભવિત સ્થળોએ પાંજરા મૂકી દીપડાને સત્વરે પાંજરે પુરાવા માટેની માંગ પ્રબળ બની છે.