મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ ગુજરાતમાં મંદિરોની દાનપેટીઓ પર ઘણા ચોરો હાથ ફેરો કરી ગયા છે. ઘણા પકડાયા, ઘણા પકડાયા નથી તો ઘણાનો હાથફેરો હજુ બહાર આવ્યો નથી. આવી તો ઘણી ઘટનાઓ બની. જોકે ભિલોડામાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે, જેમાં સાધ્વી કુદરતી હાજતે ગયા પછી પાછા જ ફર્યા નથી. બાવા, સાધુ, મહંતો, સાધ્વીઓને પણ લોકો ટાર્ગેટ બનાવી લૂંટ કરવી મારી નાખવા સુધીની હેવાનિયત કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર માટે પડકાર ઉભો થતો હોય એમ લાગે છે.

આવો જ એક બનાવ અરવલ્લી જિલ્લાના સુનોખ ખાતે વિહાર કરવા વિક્રેતા સાધ્વી સાથે બનવા પામ્યો છે અને લઘુશંકા માટે ગયેલા સાધ્વી એકાએક ગુમ થતાં લાંબા સમય સુધી રાહ જોયા બાદ જૈન સમાજના હિંમતનગર ના એક શિષ્ય દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જૈન સાધુ મહારાજનો અને તપસ્વી સાધ્વીઓ દ્વારા જનકલ્યાણ અર્થે પદયાત્રા કરી બોધ કે ઉપદેશ આપવાનું અને પવિત્ર જીવન જીવવાનું કામ કરે છે પરંતુ ચોમાસા દરમિયાન નાના મોટા શહેરોમાં જૈનાલયો કે સાધના મંદિરોમાં વિહાર કરી તપસ્યા અને ઉપદેશ આપવાનું કામ કરે છે. 

Advertisement


 

 

 

 

 

અવા જ એક યુવાન 38 વર્ષિય તપસ્વી સાધ્વી કાર્તિકા મહારાજ શામળાજી-હિંમતનગર હાઈવે ખાતે સુનોખ ખાતે મુકામ કરી વહેલી સવારના ચાર વાગ્યે કુદરતી હાજતે ગયા બાદ પરત નહીં આવતા શોધખોળ કરવા છતાંય કોઈ પત્તો લાગ્યો ન્હોતો. તેમનુ શું થયું હશે? એમ જૈન સમાજ અને ગ્રામજનો વિચારતા હતા અને ત્યારબાદ સહુ કોઈ ચિંતિત થઈ ગયા હતા. તેમણે આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે વરસ દરમિયાન ગુજરાત અને ભારત ભરમાં અનેક સાધુ મહંતો સાધ્વીઓ સામે અનેક પરેશાનીઓ તેમજ ખૂની ખેલ પણ ખેલાયા છે ત્યારે આ તપસ્વી સાધ્વીના ગુમ થયા અંગે લોકો વિવિધ ચર્ચાઓ - વાતો કરી કાયદો વ્યવસ્થા કથળી રહ્યાની અને અસલામત ગુજરાતનો અહેસાસ કરી રહ્યા છે.