મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં એપ્રિલ અને મે માસમાં કોરોનાના સંક્રમણ વધવાની સાથે અનેક લોકોને ભરખી ગયો છે.વર્ષ દરમ્યાન નોંધાયેલ કુલ કોરોના પોઝીટીવ દર્દીઓના આશરે ૫૦ ટકા કેસ તો આ છેલ્લા દોઢ માસમાં નોંધાયા છે અરવલ્લી પોલીસતંત્ર જીલ્લામાં કોવીડ-૧૯ નું સંક્રમણ અટકવાવા સરકારી ગાઈડલાઈનની અમલવારી માટે સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ભિલોડા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નવા વસવાટ વિસ્તારમાં પહોંચતા ત્યાં ટોળે વળી સ્થાનીક શખ્સો બબાલ કરી રહ્યા હોવાથી પોલીસ ટોળાને સમજાવવા જતા ટોળેવળી ઝગડો કરતા સ્થાનિકો અને યુવકો એકસંપ થઇ પોલીસ પર  પથ્થરમારો કરવાની સાથે જીવલેણ હુમલો થતા પોલીસકર્મીઓ હતભ્રત બન્યા હતા પોલીસકર્મીઓ પર હુમલો થતા ભિલોડા પોલીસ મોટા કાફલા સાથે પહોંચી ટોળું વિખેરી નાખી ઈજાગ્રસ્ત પોલીસને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા  જિલ્લા એસપીએ પોલીસ કાફલો ખડકી દઈ વણસતી સ્થિતિને કાબુમાં લીધી હતી.

ભિલોડા પોલીસ રવિવારે રાત્રે તેમના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી નવા વસવાટ  વિસ્તારમાં કેટલાક યુવાનો ટોળેવળી અંદર અંદર બોલાચાલી કરતા હોવાથી  પોલીસે હાલ ચાલી રહેલી કોરોના મહામારીના પગલે ટોળાને પોતાપોતાના ઘરે જતા રહેવા કહેતાની સાથે અંદર અંદર બોલાચાલી કરતુ ટોળું પોલીસ સામે ઉશ્કેરાઈ જઈ એકસંપ થઇ પથ્થરમારો કરતા પોલીસકર્મીઓ જીવ બચાવવા વાહનોમાં ભરાઈ ગયા હતા. ટોળાએ કરેલ પથ્થરમારાના પગલે પોલીસકર્મીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ખાનગી કાર અને પોલીસ જીપ પર પથ્થરના ઘા ઝીંકાતા કાચ તૂટી ગયા હતા. ભિલોડા પોલીસ કર્મીઓએ પર હુમલો થતા તાબડતોડ પીઆઇ માનીશ વસાવા અને મહિલા પીએસઆઈ માધુરી ગઢવી પોલીસ કાફલા સાથે પહોંચી ટોળાને વિખેરી નાખી ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

લોડા પોલીસે ઘટનાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસવડાને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવતા જિલ્લા એલસીબી, એસઓજી પોલીસનો કાફલો અને  ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પેટ્રોલિંગ સહિતની કામગીરી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો ૧૩ અસામાજીક તત્વોની ધરપકડ કરી ૯ આરોપીઓ અને ટોળા સામે નામજોગ ફરિયાદ દાખલ કરી  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 

    ભિલોડા નવા વસવાટ ખાતે ટોળાએ પોલીસપર હુમલો કરવા પૂર્વ તૈયારીઓ કરી હોવાની સાથે મોટી સંખ્યામાં ટોળું એકત્રીત થઇ પોલીસ સ્ટેશનમાં પણ ભારે હોબાળો મચાવી પોલીસ સ્ટેશનને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી.

એકબાજુ કોરોનાને અટકાવવા માટે તંત્ર અને પોલીસ દ્વારા દિવસ રાત એક કરી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાં લોકોની સુરક્ષા માટે જ આ તમામ કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં અમુક લોકો દ્વારા સતત અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે. લોકો હજુ પણ કોરોના વાયરસની ગંભીરતાને સમજી રહ્યા નથી.

પોલીસ પર હુમલો કરનાર ઝડપાયેલ આરોપીના નામ વાંચો 

૧) દેવરાજ અરવિંદભાઈ  કોટવાલ 
૨) વંદન બેચરભાઈ કોટવાલ 
૩) જીગર સવજીભાઈ બામણીયા 
૪) જીગર બેચરભાઈ પરમાર 
૫) વિષ્ણુ ધુળાભાઈ બામણીયા 
૬) જીગર કાળુભાઇ બામણીયા 
૭) બંટી ચંદુભાઈ તરાર 
૮) સંજય રમેશકુમાર પરમાર 
૯) ભાવેશ રમણભાઈ બારીયા 
૧૦) નીલેશ જીગ્નેશભાઈ તરાર 
૧૧) હરેશ વિનોદભાઈ પટેલ 
૧૨) જગદીશ સોનાભાઇ બારીયા
૧૩) ભરત ભાવજીભાઈ મકવાણા 

પોલીસ પર હુમલો કરી ફરાર આરોપીઓ કોણ કોણ છે વાંચો 

૧) પિયુષ રમેશભાઈ બામણીયા 
૨) દેવલ રમેશભાઈ ખાંટ
૩)વિનોદ પાંડોર
૪) મનીષ બાબુભાઇ બામણીયા 
૫) મહેશ કેશભાઈ તરાર 
૬) ગૌતમ ભરતભાઈ મકવાણા
૭) કૌશીક નાથાભાઈ તરાર 
૮) અશ્વીન ડાહ્યાભાઈ મકવાણા 
૯) ભાનુબેન શૈલેષભાઈ તરાર 
તેમજ ૧૫ જેટલું મહિલા અને પુરુષનું ટોળું