મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા લોકો અસલામતીનો અનુભવી રહ્યા છે મોડાસાના સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ,દુષ્કર્મ અને હત્યાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે વધુ એક યુવકનું અપહરણ થતા જીલ્લા પોલીસતંત્રમાં ભારે હડકંપ મચ્યો હતો ભિલોડાના કુંડોલ (પાલ) ગામના ૨૦ વર્ષીય યુવકનું ગામના જ ચાર શખ્શોએ ગામના પ્રવેશદ્વાર નજીક માર મારી અપહરણ કરતા ભારે ચકચાર મચી હતી યુવકના અપહરણની ઘટના ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે અપહત્ય યુવકને અપહરણકારોની ચુંગાલ માંથી છોડાવવા સઘન તપાસ આદરતા અપહત્ય યુવક ગામ નજીક જંગલમાંથી નગ્ન અવસ્થામાં મળી આવતા પરિવારજનો અને પોલીસતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો  અપહરણનો ભોગ બનેલ યુવક માનસિક અવસ્થ હોવાથી પોલીસે  ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી અપહરણકારો ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ગુરુવારે, ભિલોડા તાલુકાના કુંડોલ (પાલ) ગામનો ૨૦ વર્ષીય મહેન્દ્ર શિવાજી પાંડોર નામનો યુવક બાઈક લઈ ભિલોડા સારવાર અર્થે જઈ સાંજના સુમારે ઘરે પરત ફરતા કુંડોલ (પાલ) ગામના વળાંકમાં ગામના ૧) ભાવેશ મગન ડામોર ,૨)બહાદુર શાંતિલાલ ડામોર,૩)અજય શંકરભાઇ ડામોર અને ૪) ગોવિંદ અમૃતભાઈ ડામોરે રસ્તામાં રોકી માર મારતા તેની બહેનને ટેલિફોનિક જાણ કર્યા પછી ફોન અપહરણકારોએ છીનવી લઈ માર મારી અપહરણ કરી લઈ જતા ભારે ચકચાર મચી હતી યુવકની બહેન અને પાડોશીઓ યુવકની શોધખોળ હાથધરાતા મળી ન આવતા અને  સ્થળ પરથી બાઈક,ઘડિયાળ,ચપ્પલ અને નજીકમાં વહેતા પાણીમાંથી કપડાં મળતા યુવતી ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે ૪ શખ્શો સામે ગુન્હો નોંધી ભિલોડા પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે અપહત્ય યુવકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવા
કુડોલ (પાલ) વિસ્તારના જંગલો અને સંભવિત સ્થળોએ ભારે શોધખોળ હાથધરી હતી અપહત્ય મહેન્દ્ર નામનો યુવક બે દિવસ પછી નગ્ન અવસ્થામાં મળી આવતા અપહરણની ઘટના અને બે  દિવસ પછી અપહરણકારો પાસેથી મુક્ત થતા માનસિક અસ્વસ્થ જણાતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભિલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ.મનીષ વસાવાના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે કુંડોલ(પાલ) ગામ નજીકથી ગામનાજ ચાર શખ્શોએ ૨૦ વર્ષીય યુવકને મારમારી અપહરણ કરેલ યુવક ઘરે પરત ફરતા તેની માનસિક સ્થિતિ  કથળતા સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડી અપહરણકરો ને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે