મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: સૌરાષ્ટ્રના ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ વરસવો સામાન્ય બાબત બની ચુકી છે. પરંતુ ઉપલેટાના ભાયાવદર ગામે શિવકથા નિમિતે યોજાયેલા ડાયરામાં સુપ્રસિદ્ધ કલાકાર ઓસમાણ મીરે 'મન મોર બની થનગાટ કરે' અને શિવસ્તુતિ લાલકારતા લોકો રીતસરના ઝૂમી ઉઠ્યા હતા. અને રૂપિયાનો એવો વરસાદ વરસાવ્યો હતો કે, સ્ટેજ પર રૂપિયાની ચાદર પાથરી હોય તેવું લાગી રહ્યું હતું.

ભાયાવાદર ખાતે રાવરાણી ચાવડા પરિવાર દ્વારા મકનબાપા સેવાધામ ખાતે  શિવકથાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત શિવ ઉપાસક ગિરીબાપુની શિવકથામાં બોલિવૂડ સિંગર અને લોકગાયક ઓસમાણ મીરનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ લોકડાયરામાં ઓસમાણ મીરે પોતાની ગાયકી દ્વારા લોકોના દિલ જીતી લીધા હતા. ઉપસ્થિત જનમેદનીએ ઓસમાણ મીર રૂપિયાનો વરસાદ કર્યો હતો. રૂપિયાના વરસાદથી સ્ટેજ રૂપિયાની ચાદર બની ગયું હતું.