મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર : ભાવનગર જિલ્લાના નાનકડા ગામનાં ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. પરંતુ છતાં સમાચારથી ચેતનના ઘરે ખુશીના બદલે ગમ છે. કારણકે ગત 14 ફેબ્રુઆરીએ ચેતનના નાનાભાઈનું અવસાન થતાં ચેતનના પરિવાર ના સભ્યો ભારે શોકમાં છે.  વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો. જો કે એક તબક્કે આર્થિક સંકડામણથી તેનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા. પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપી ક્રિકેટ ચાલુ રખાવ્યું હતું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બન્યો છે. અને રાજસ્થાન રોયલ્સે તેને રૂપિયા 1.20 કારોડમાં ખરીદ્યો છે. 

ભાવનગરનો ચેતન સાકરીયા સૌરાષ્ટ્રનો સૌથી ફાસ્ટ બોલરથી ખ્યાતિ મેળવવાથી રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. ભાવનગરના વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારના ચેતનને બાળપણથી ક્રિકેટનો જબરો શોખ હતો. હાલ ચેતન સાકરીયાની રાજસ્થાન રોયલ ટીમમાં પસંદગી થતાં પરિવારમાં તેમજ ભાવનગર ખુશી છવાઈ જવા પામી છે. જો કે બીજા દીકરાનાં જવાનું દુઃખ પણ હોવાથી પરિવાર ભારે અસમંજસમાં છે. 

ચેતન માટે એક સમયે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું હતું. અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું હતું IPL હરાજીમાં 1.2 કરોડમાં વેચાતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ક્રિકેટર બનવાના સપનાને સાકાર કરવા માટે કઠિન મહેનત બાદ માત્ર 22 વર્ષીય ચેતન સાકરીયાનું સપનું પૂરું થયું છે. ચેતન સાકરિયાએ 13-14 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, તેમના પપ્પા (કાન્જીભાઈ) ટેમ્પો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, અને તેમના મમ્મી હાઉસવાઈફ છે.