મેરાન્યૂઝ નેટવર્ક. ભાવનગર : સિહોરમાં અપહરણની ઘટનામાં 15 લાખની ખંડણી અને હત્યાને પગલે મચી ચકચાર છે. ગઈકાલે સાંજે કેબલ નેટવર્ક અને પાન ગલ્લાની દુકાન ધરાવતા રજાકભાઈ સેલોતનું અપહરણ કરાયું હતું. અપહરણ બાદ અપહારણકારો દ્વારા રૂ.15 લાખની ખંડણીની માંગ કરાઇ હતી. ત્યારે આ બનાવને પગલે લોકોના ટોળા રજાકભાઈના ઘરે એકઠા થઇ ગયા હતા. 

દરમિયાન પોલીસે આ બનાવમાં રજાકભાઈની શોધખોળ હાથ ધરી હતી. જો કે વહેલી સવારે સુરકના દરવાજા વિસ્તારની અવાવરું જગ્યામાંથી તેમની છરીના ઘા ઝીંકી હત્યા કરેલી લાશ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર મામલે હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ કર્યો શરૂ છે. જ્યારે પોલીસે આ બનાવમાં ભરત કોળી નામના ઇસમની હાલ શંકાના આધારે અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.