મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર: ગુજરાતમાં નોનવેજ અને ઈંડાની લારીઓ હવે રસ્તા ન દેખાય તો નવાઈની વાત નહીં રહે, હા વેજ લારીઓ જ દેખાય તો પણ નવાઈ નહીં. રાજકોટ વડોદરા બાદ અન્ય બે શહેરએ રસ્તા પરથી નોનવેજ અને ઈંડાની લારી પર ધંધો કરતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. નોનવેજનો ધંધો કરતાં લોકોને હવે માસ, મચ્છી કે ઈંડા ન દેખાય તેવી રીતે ઢાંકીને લારી ચલાવી પડશે. ભાવનગર અને જુનાગઢમાં જાહેરમાં રસ્તા પર નોનવેજનું વેચાણ નહીં કરી શકે. તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
Advertisement
 
 
 
 
 
રાજકોટથી શરૂ થયેલી ઝુંબેશ હવે અન્ય શહેરો તરફ આગળ વધી રહ્યા છે. આ જાણે દેખાદેખીનો ખેલ બની રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે. આગામી ચૂંટણીને લઈને આ પ્રકારના ગતકડા થતાં હોવાનું પણ ઘણા ચોરાઓ પર ચર્ચામાં છે. રાજકોટ અને વડોદરા બાદ આજે ભાવનગર અને જૂનાગઢમાં પણ જાહેરમાં નોનવેજનો ધંધા પર તંત્રની તલવાર વીંઝાઈ છે. ભાવનગર મહાનગપાલિકાએ નિર્ણય કર્યો છે કે જાહેર માર્ગો, તળાવો પાસેના રસ્તાઓ પાસેથી નોનવેજ અને ઈંડાની લારીઓ દૂર કરવામાં આવશે. આ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે.
જુનાગઢમાં તો નોનવેજ ઉપરાંત અન્ય નડતર રૂપ વેજ હોય કે નોનવેજ દરેક લારીઓ પર તવાઈ બોલાવાશે અને રસ્તા પરથી હટાવાશે. જૂનાગઢમાં પણ નોનવેજ અને ઈંડાની નડતર રૂપ લારીઓ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે. સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધૂલેશિયાએ આદેશ કર્યો છે કે નોનવેજ, ઈંડા અને અન્ય લારીઓ રોડ પરથી હટાવવામાં આવે.