મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ ભાવનગરમાં શિપબ્રેકરો સહિતના 15થી વધુ સ્થાનો પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા પડતાં ભારે ચકચાર મચી છે. આજે સવારથી જ ઈન્કમટેક્સની કેટલીક ટીમ્સ અલગ અલગ સ્થાનો પર દરોડા કરી રહી છે. ઈન્કમટેક્સ દ્વારા ઓફીસ અને ઘરોમાં પણ દરોડા કરાયા છે. આ કાર્યવાહીમાં હાલ તો ઘણા કાળા કામો સામે આવે તેવી શક્યતાઓ છે.

શિપબ્રેકરો અને ઉદ્યોગપતિઓને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સવારે 8 વાગે ઇન્કમટેક્સની અલગ અલગ ટીમોએ 15થી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. આઇટી વિભાગે શિપબ્રેકરોના ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો અમે મોટી રકમ મળવાની સંભાવના છે.