મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર : મહુવા વોર્ડ નંબર 6ના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. અશોક વાઢેર નામના આ ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપથી નારાજ અશોક વાઢેરે તાજેતરમાં જ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. અને વિકાસ પેનલમાં જોડાયા હતા. અને હાલ તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે. મતદાનને થોડા દિવસ જ બાકી છે, ત્યાં અશોક વાઢેરનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ડાન્સરની કમરમાં હાથ ઉપરાંત દુપટ્ટામાં મોઢું નાંખી ડાન્સ કરતા જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે આ મામલે તેઓએ આ વિડીયો ખોટો હોવાનું જણાવ્યું છે. 

વીડિયોમાં અશોક વાઢેર દારુ પીને ડાન્સ કરતા હોય એવું દેખાય છે. સાથે જે તેઓ એક નહિ, ચાર-ચાર ડાન્સર વચ્ચે નાચી રહ્યાં છે. ડાન્સરના દુપટ્ટામાં પોતાનું મોઢું નાંખીને તથા ડાન્સરની કમરમાં હાથ નાંખીને તેઓ ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. અશોક વાઢેરે આ વાયરલ વીડિયો મામલે પોલીસમાં અરજી આપી આ વીડિયો પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનો આરોપ પણ લગાવ્યો છે. જોકે, વીડિયો ક્યાંનો અને ક્યારનો છે એ સ્પષ્ટ નથી થયું. 


 

 

 

 

 

બીજીતરફ 24 ફેબ્રુઆરીના રોજ રજની ઠાકર નામના શખ્સે આ વીડિયા વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. રજની મહુવા શહેર ભાજપના પ્રમુખ છે. એટલું જ નહીં તેમણે ખુલાસો કરતા કહ્યું છે કે, આ વીડિયો મેં જ વાયરલ કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની રેલીમાં કાર્યક્રમ પહેલા ખાલી ખુરશીના ફોટો પાડીને તેને સોશિયલ મીડિયા પર જે રીતે વાયરલ કરવામાં આવ્યા છે, તેના જવાબમાં આ વીડિયો વાયરલ કર્યો હોવાનું પણ તેમણે સ્વીકારતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.