મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર: ભાવનગરના વરતેજ ના નવાગામ ખાતે ગત તા.15 ના રોજ એક પિતાએ પોતાના બે માસુમ બાળકો સાથે ગળાફાંસો ખાઇ સામુહિક આપઘાત કરી લેવાની ઘટના બનવા પામી હતી.આ બનાવમાં આપઘાત કરનાર યુવાને આપઘાત કરતા પહેલા આપઘાત કરવાના કારણ અંગે જાતે અલગ અલગ વિડીયો બનાવ્યા હતા.જે તેના આ ઘટના બાદ તેના પરિવારજનોએ મોબાઈલ ચેક કરતા નજરે પડ્યા હતા. જેમાં તેની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધો કારણ રૂપ હોવાનું જણાવ્યું હતું.આમ માથાભારે પુરુષ સાથેના પત્નીના આડા સંબંધોએ સામુહિક આપઘાત કરવા મજબુર કર્યાનું વિડીયોમાં મૃતક કહેતો જણાય છે ત્યારે હવે પોલીસ શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.