મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર: ભાવનગરના વરતેજ પાસેના નવા ગામમાં પિતા, પુત્ર અને પુત્રીએ ગળેફાંસો લગાવી આપઘાત કર્યો છે. 3 વર્ષના પુત્ર, 5 વર્ષની પુત્રીને પિતાએ ફાંસો લગાવ્યો હતો. બાળકોને ગળેફાંસો લગાવ્યા બાદ પિતાએ આપઘાત કર્યો છે. આ સામૂહિક આપઘાત પાછળનું કારણ ઘરકંકાસ જવાબદાર હોવાની ચર્ચા થઇ રહી છે. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ ભાવનગરના વરતેજ પાસે નવાગામમાં મોડીસાંજે લાલાભાઇ નાગજીભાઈ નામના 30 વર્ષીય યુવાને તેના 3 વર્ષના પુત્ર માનવ અને 5 વર્ષની પુત્રી પ્રતિજ્ઞા સાથે પોતે પણ ગળેફાંસો ખાઈને સામુહિક આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા વરતેજ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ જાડેજા,તથા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

સામુહિક આપઘાતમાં જાણવા મળ્યા મુજબ યુવાનની પત્ની રિસામણે ચાલી જતા લાલભાઈએ આવેશમાં આવીને જીવનનો અંત આણવા આ પગલું ભર્યું હતું