મેરાન્યૂઝ નેટવર્ક, ભાવનગર:  ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાના બે ઉપપ્રમુખ અને માનવ અધિકાર નિગરાની સમિતિના મહિલાઓએ પતિ પત્નીના ઘરેલુ કેસમાં ત્રણ લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પતિ પાસે આટલી મોટી રકમની વ્યવસ્થા નહીં થતાં અને બન્ને મહિલાઓ પાસે કામ કરાવવાનો આગ્રહ રખાતા અંતે ઓડિયો વાયરલ થયો હતો. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

મહિલા નેતાો સામે ફરિયાદ કરનાર અરજદાર પિયુષભાઈ ભુંભાણીએ કહ્યું હતું કે, મારી પત્નિ રિસામણે હોય અને છુટાછેડા અપાવવા મારા એક સંબંધી પાસેથી માનવ અધિકાર પંચમાંથી કોમલબેનનો નંબર મેળવ્યો. તેમણે બધુ કામ કરાવવાના 2 લાખ અને એડવાન્સમાં 50 હજાર થશે તેવું જણાવેલ પણ પૈસાની વ્યવસ્થા નહી થતાં મેં આ કામ કરાવવાની ના પાડતા આ લોકો દ્વારા માનસિક ત્રાસ આપી અમારી પાસે જ કામ કરાવવું પડશે તેવું દબાણ કરી ધમકી આપી હતી.

Advertisement


 

 

 

 

 

કોમલબેન સાથેની ઓડીયો ક્લીપ
પિયુશભાઈ:
બેન પરિવાર ટેન્શનમાં આવી ગયો છે.
કોમલબેન: જવાબદારી બધી મારી, તમારા ઘેર પોલીસ આજેય નહી અને જીંદગીમાં ક્યારેય નહી આવે હાલ હું બહાર છું આવીને મળી જઈશ.
પિયુશભાઈ: કોમલબેન પીયુશ બોલું, પેલા બેન કહેતા હતા કે 3 લાખ જેટલું થશે, પણ બધી રકમ નિકળી જશેને?
કોમલબેન: ડન,ડન ભાઈ, તો જ અમે બોલતા હોઈએ ને, આપણે લીગલ ચાલશું જેલ તો બતાવી જ દઈશું, જવાબદારી મારી.
પિયુશભાઈ: કંઈ ઓછું થશે તમારું?
કોમલબેન: એડવાન્સ 50 પહોંચાડો પછી પાછળથી સમજીશું, તમારું માન રાખી લઈશ.
પિયુશભાઈ: બેન પાક્કા પાયે બધુ થઈ જશે ને?
કોમલબેન: તમે ચિંતા કરોમાં, મારા પર છોડો, હું લીગલ જ ચાલીશ, તમે ચિંતા મારા પર છોડી દો, ખોટી જગ્યાએ એણે આંગળી ભરાવી છે.

 

બિનાબેન સાથેની ઓડિયો ક્લિપ
બીનાબેન:
તમારી પાસે પૈસાના એવિડન્સ છે?
પિયુશભાઈ: હા, છે.
બીનાબેન: તમારા પૈસા કઢાવી દઈએ તો મને એમ કીધું કે ત્રણ લાખ થાય ટોટલ.
પિયુશભાઈ: એમાં પણ એક લાખ વધી ગયા? પૈસા પુરેપુરા આવશે ને?
બીનાબેન: તમારી પાસે એવીડન્સ હશે તો પુરેપુરા પૈસા આવશે. તમારે કોઈ વકીલ રાખવાનો થતો નથી. આવવા-જવાનો કોઈ ખર્ચ નથી અત્યારે એડવાન્સમાં 50 દેવાના થાય છે.

ઓડિયો વાયરલ થયા બાદ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયાએ જણાવ્યું હતું કે, શહેર ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશી અંગે ફરિયાદ આવતા તેમને અનુશાસન ભંગની આ પ્રવૃત્તિને ગંભીરતા લઈને હોદ્દા પરથી દુર કરવાનો નિર્ણય લેવાયો છે. અને નવા હોદ્દેદારો નિમાયા છે. જેમાં મહિલા મોરચાના ઉપપ્રમુખ પદે માધવીબેન હર્ષદરાય ભટ્ટ અને જ્યોત્સનાબેન પ્રતાપભાઈ પંડ્યાની નિયુક્તિ કરાઈ છે.