મેરાન્યૂઝ નેટવર્ક.ભરૂચઃ ઈંગ્લેન્ડમાં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતીઓએ વિજેતા બની ફરી પોતાના નામનો ડંકો વગાડ્યો છે. અગાઉ પણ ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકામાં જ્યારે ઉપ રાષ્ટ્રપતિ બન્યા હતા તે સિવાય પણ ઘણા સ્થાનો પર ગુજરાતીઓએ પોતાની કાર્યશૈલી અને આવડતથી જગ્યા બનાવી છે. જેમની ગણતરી પણ તેમની યોગ્યતાનુસાર વિદેશીઓ પણ કરી રહ્યા છે. આવું જ કાંઈક ભરૂચના એક પરિવારે કર્યું જ્યારે તેઓ ઈંગ્લેન્ડમાં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના વાગરા તાલુકામાં આવેલા અરગામા ગામના વતની એવા માતા, પુત્ર અને પુત્રી ઈંગ્લેન્ડમાં ચૂંટણીમાં વિજેતા બન્યા છે જેમાં માતા સતત પાંચમી વખત મેયર તરીકે ચૂંટાયા છે. અહીં ભરૂચના આ ગુજ્જુઓએ ઉમેદવારી કરી હતી. તેમના પરિવારમાં સ્વ. અહમદ ખાનની અને અરગામાના માજી સરપંચ ઈબ્રાહિમ ખાનની પ્રપૌત્રી હસિના ખાન પણ ઈંગ્લેન્ડમાં લેબર પાર્ટીમાં પાયાના કાર્યકર તરીકે જોડાયા પછી તેમની રાજકીય સફર શરૂ થઈ હતી.


 

 

 

 

 

વર્ષ 2006માં લેન્કેશાયલમાં પ્રથમ વખત તેઓ ચૂંટાયા હતા ત્યારે તેઓ ત્યાં પ્રથમ મુસ્લીમ કાઉન્સિલર હતા જેમણે આ પદ મેળવ્યું હોય. આ ઉપરાંત વર્ષ 2019માં તેઓ મેયર બન્યા હતા. તેમના જ રસ્તા પર ચાલતાં ચાલતા તેમના સંતાનોએ પણ ચૂંટણીમાં ઉતરી લોકો માટે કામ કરવાનો નિર્ધાર કર્યો અને આખરે તેમની પુત્રી ઝારા ચોર્લિ બીજી વાર ચૂંટાઈ અને પુત્ર સમીર ખાન પણ વિજય થયા હતા. ખુદ હસિના ખાનની વાત કરીએ તો તેઓ પોતે પાંચમી ટર્મ માટે ફરી વિજેતા થયા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ ચૂંટણીમાં ડંકો વગાડી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.