મેરાન્યૂઝ નેટવર્ક, ભરુચ: કરજણ ભાજપના નેતાની દારુ મામલે ધરપકડ બાદ હવે ભરુચના ભાજપના નેતાની હાઇવે પરની હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. પોલીસે આ મામલે 17 જુગારીઓની ધરપકડ કરી પાંચ લાખનો મુદ્દા જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે પાલેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કિસ્મત કાઠિયાડી હોટલમાં જુગાર રમાઇ રહ્યો છે. જેથી પોલીસે નેશનલ હાઇવે 48 પર આવેલ કિસ્મત કાઠિયાવાડી હોટલના બીજા માળે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા 17 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આ લોકો પાસેથી રોકડ, 9 બાઇક, 1 રીક્ષા અને મોબાઇલ મળી 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હોટલ ભરુચ ભાજપ તાલુકા મંત્રી જયેશ સોજીત્રાની માલિકીની છે. એક દિવસ પહેલા જ કરજણ તાલુકા ભાજપ ઉપપ્રમુખની સાત લાખના દારુ મામલે ધરપકડ કરી હતી ત્યારે હવે વધુ એક ભાજપના નેતાનું નામ જુગારધામમાં આવ્યું છે.