મેરાન્યૂઝ નેટવર્ક.ભરૂચઃ ભરૂચના અંકલેશ્વર ખાતે 3 રસ્તા સર્કલ પાસે એક ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં કરોડોના દાગીનાની લૂંટ થતાં ચકચાર મચી ગઈ છે. લૂંટની ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી આવી છે. બનાવને પગલે પોલીસે વિવિધ બાબતો પર તપાસની તજવીજ ચલાવી છે. હાલ તે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઈન્ડિયા ફાઈનાન્સ કંપનીની ઓફીસમાં કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવી દેવાયા હતા. બંદૂક બતાવી અહીં કરોડોના સોનાના દાગીનાઓની લૂંટ કરવામાં આવી હતી. ઓફિસ લૂંટી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. જોકે હજુ આ ઘટનાની સત્તાવાર માહિતી પોલીસ પાસેથી મળી શકી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ અંકલેશ્વર પોલીસે લૂંટારૂઓને શોધવા અન્ય પોલીસ સ્ટાફની પણ મદદ લીધી છે. શહેરમાં એલર્ટ જાહેર કરી કાર્યવાહી શરૂ કરી છે. જુઓ ઘટનાના સીસીટીવી