મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ભરતીને લઈને છેડાયેલા આંદોલનની આગેવાની કરનાર યુવરાજસિંહે હવે આ આંદોલન છોડી દેવાની જાહેરાત કરી છે જેને પગલે સોશિયલ મીડિયામાં લોકો તેના આ નિર્ણયને પગલે આંદોલન ન છોડવા અને તેને પોતે સપોર્ટ કરતાં હોવાના વિચાર વ્યક્ત કરી રહ્યા છે. અંદાજે 1.98 લાખ લોકોએ ટ્વીટ કરીને તેને #Wewithyuvrajsinh હેશટેગ હેઠળ ટેકો જાહેર કર્યો છે.

યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, આજે પણ ઘણા વિદ્યાર્થીઓ મારી સાથે છે યુવરાજસિંહ કહેશે એમ કરશે. હું શિક્ષિત બેરોજગારો સાથે જ છું અને તેમની સાથે જ રહીશ. આંદોલનમાં હટી જવાનું કારણ જાતિવાદનું રાજકારણ છે. અમારા સંગઠનમાં કોઈ ફૂટફાટ નથી. આંદોલનથી દુર નથી પણ સમાજવાદને લઇ હાથાવાદ બનાવ થઈ દૂર રહેવા માગુ છું. સરકારી ભરતીના મુદ્દાને જાતિવાદનો રંગ ન આપવો જોઇએ. કેટલાક લોકો 1લી ઓગસ્ટ 2018ના GRને લઇને રાજનીતિ કરી રહ્યાં છે. આંદોલન ચાલુ જ રહેશે, યુવાનો માટે લડતા રહીશું.

યુવરાજસિંહ જાડેજાએ બેરોજાગારો માટે ગુજરાતમાં ચાલી રહેલા આંદોલનને છોડવાનું જાહેર કર્યું છે. તેણે આમ કરવા પાછળ જાતિવાદ અને રાજકારણ થતાં હોવાનું કહ્યું છે. આંદોલન છોડવાના તેના નિર્ણયને લોકો દ્વારા ખાસ કરીને યુવા બેરોજગારો દ્વારા પુનઃ આ આંદોલનમાં તે જોડાય અને આગેવાની કરે તેવું ઈચ્છી રહ્યા છે. અહીં કેટલાક ટ્વીટના નમુના રજુ કરાયા છે.