મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કોહરામ મચ્યો છે જે હજુ પણ ચાલુ છે. છેલ્લા કેટલાય દિવસોથી વાયરસના દૈનિક કેસમાં ઘટાડો થવા જઈ રહ્યો છે પરંતુ મોતનો આંકડો સતત વધારે થઈ રહ્યો છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ 2થી 18 વર્ષના બાળકો માટે ક્લીનિકલ ટ્રાયલના બીજા અને ત્રીજા ચરણ માટે કોવેક્સીનને મંજુરી આપી દીધી છે. ત્યાં જ ડો. હર્ષવર્ધન આઠ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે વેક્સીનના નિકાસ પર પુરી રીતે પ્રતિબંધ લગાવી દેવી જોઈએ.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોવેક્સીનની રસી પુરી થવાનું કારણે અમારે ઘણા સેન્ટર્સ બંધ કરવા પડ્યા. તેમણે કહ્યું કે 17 શાળાઓમાં ચાલી રહેલા 100થી વધુ કેન્દ્રને બંધ કરી દીધા છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે અમે ભારત બાયોટેક પાસે 1.34 કરોડ રસી માગી હતી પરંતુ કંપનીએ ના પાડી દીધી છે. ત્યાં જ હવે દિલ્હીમાં કોવિશીલ્ડ વેકસીન જ લગાવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્રને તેના પર ધ્યાન આપવું જોઈએ અને વેક્સીનની નિકાસ પર પુરી રીતે પ્રતિબંધ મુકી દેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.