મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોરોના સાથે લડવા માટે દેશભરમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, ભારત બાયોટેકે એક તથ્યપત્રક બહાર પાડ્યું છે કે કયા રોગ અથવા સ્થિતિ હેઠળ લોકોને covaxin ન અપાય. ભારત બાયોટેક મુજબ- જો કોઈ રોગને લીધે તમારી પ્રતિરક્ષા (ઈમ્યૂનિટી) નબળી છે અથવા તમે કેટલીક દવાઓ લઈ રહ્યા છો જે તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે, તો તમારે કોવિસીન ન લેવી જોઈએ. આપને જણાવી દઈએ કે અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જો તમે ઇમ્યુનોડેફિશિયન્સીથી પીડિત છો અથવા રોગપ્રતિરક્ષા ઓછી કરવા પર છો, એટલે કે, તમે કોઈ અન્ય સારવાર માટે રોગપ્રતિકારક શક્તિ ઘટાડવા લઈ રહ્યા છો, તો તમે કોરોના રસી લઈ શકો છો. પરંતુ હવે ભારત બાયોટેક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આવા લોકોને કોવિસીન ના લેવાની સલાહ આપવામાં આવી છે.

ભારત બાયોટેક મુજબ- આ લોકો પણ કોવેક્સીન ન લે

1- જેમને એલર્જીની પ્રોબ્લેમ્સ રહે છે.
2- તાવ હોય તો પણ ન લેવી જોઈએ.
3- જે લોકો બ્લીડીંગ ડિસઓર્ડરથી અસરગ્રસ્ત છે કે લોહી પાતળું કરવાની દવાઓ લે છે તેવા
4- ગર્ભવતી મહિલાઓ, કે જે મહિલાઓ સ્તનપાન કરાવતી હોય
5- આ ઉપરાંત પણ સ્વાસ્થ સંબંધિત ગંભીર કેસમાં ન લેવી જોઈએ, જે અંગે પુરી જાણકારી વેક્સીનેશન ઓફીસરને આપવી જોઈએ.

ભારત બાયોટેકનું કહેવું છે કે જ્યારે આપ વેક્સીન લો છો ત્યારે આવી વાતોની જાણકારી આપે વેક્સીનેશન ઓફીસરને આપવી જોઈએ. જો કોઈ બીમારીને કારણે આપની નિયમિત દવાઓ ચાલી રહી છે તો તેની જાણકારી પણ આપવી જોઈએ. એટલે કે વેક્સીન લગાવતા પહેલા પોતાના અંગે આપે પુરી જાણકારી આપવી પડે.

ઉલ્લેખનીય છે કે દેશભરથી કોરોના વેક્સીનના કેટલાક પ્રતિકૂળ પ્રભાવ સામાન્ય એવા સામે આવ્યા પછી ફેક્ટશીટ ઈશ્યૂ કરવામાં આવી છે. જોકે કંપનીનું એવું પણ કહેવું છે કે આ વાતની સંભાવના ઘણી ઓછી છે કે ભારત બાયોટેકની કોરોના વેક્સીનથી કોઈ ગંભીર એલર્જીટીક રિએક્શન થાય.