મેરાન્યૂઝ નેટવર્ક.બેંગાલુરુઃ કોરોના મહામારીના સંકટ વચ્ચે કર્ણાટકથી આવેલા લોકોને ઈંસ્ટિટ્યૂશનલ ક્વોરંટિન કરાઈ રહ્યા છે. તેના માટે હોટલ્સને પણ ક્વોરંટિન સેન્ટર બનાવી દેવાયા છે. જ્યાં ચુકવણી કરી ક્વોરંટિન રહી શકાય છે. રાજધાની બેંગલુરુના આવા જ એક ક્વોરંટિન સેન્ટરમાં ચિટિંગની એક ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે આપને પણ થશે કે લોકો રૂપિયા કમાવા કેવા કેવા ધંધા કરતા હોય છે આ લોકોને અન્યોના જીવનની પણ પડી નહીં હોય?

પ્રાપ્ત જાણકારી મુજબ, દિલ્હીથી પાછા આવેલા એક વૃદ્ધ દંપત્તિને ગાંધીનગરના પ્રાઈવેટ હોટલમાં ક્વોરંટિન કરાયા હતા. આ હોટલમાં દંપત્તિ ઉપરાંત સીતેર લોકો બીજા છે, જ્યારે હોટલના સ્ટાફના 20 લોકો પણ ત્યાં રહે છે. બીએમપીના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે કૃષ્ણ ગૌડા નામનો એક શખ્સ વૃદ્ધ દંપત્તિને હોટલમાં મળી ગયો. તેણે બંનેને પુછ્યું કે તે કેટલા દિવસથી ક્વોરંટિન છે.

દંપત્તિને તેના વ્યવહારમાં કાંઈક અણગમતું લાગ્યું એટલે તેમણે ચાલાકીથી પોતાના ફોનમાં રેકોર્ડિંગ શરૂ કરી દીધું. તેમણે ગૌડાને કહ્યું કે તે લોકોએ 14 દિવસથી ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરંટિન માટે 19600 રૂપિયા આપ્યા છે. 4 હજાર પ્રતિ વ્યક્તિ કોવિડ 19 ટેસ્ટના માટે ચુકવણી કરી છે. તેના પર ગૌડાએ કહ્યું કે જો તે લોકો તેને 25 હજાર રૂપિયા આપશે તો તે તેમને ક્વોરંટિનમાંથી છોડાવી લેશે. એટલું જ નહીં, તેણે કહ્યું કે તે તે બંનેને કોવીડ 19 નેગેટિવનું સર્ટિફીકેટ પણ આપી દેશે, જેનાથી તે લોકો સરળતાથી ઘરે જઈ શકશે.

અધિકારીઓએ કહ્યું કે આ પછી દંપત્તિએ તુરંત બીબીએમપી મેડિકલ ઓફીસર ડો. નંદાને ફોન કર્યો છે અને તેમને બધી વાત કરી. તેમણે ગૌડા સાથેની વાતચિતનું રેકોર્ડિંગ પણ તેમને આપ્યું. તે પછી તેમણે તુરંત ગૌડા સામે કેસ ફાઈલ કરી પોલીસે તેને મૈસૂર રોડથી શનિવારે પકડી લીધો.