મેરાન્યૂઝ નેટવર્ક.પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. સીબીઆઈએ મમતા બેનર્જીની સરકારમાં મંત્રી ફિરહદ હકીમ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. નારદા સ્ટિંગ કેસમાં સીબીઆઈ ફિરહદ હકીમને પૂછપરછ માટે પોતાની સાથે લઇ ગઈ છે. આ ઉપરાંત પૂર્વ મેયર સોવન ચેટર્જી પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહદ હકીમ ઉપરાંત સુબ્રત મુખર્જી અને ધારાસભ્ય મદન મિત્રાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ તમામ લોકોને નારદા સ્ટિંગ કેસમાં સીબીઆઈ ઓફિસમાં લાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ નારદા કેસમાં પૂછપરછ માટે ફિરહદ હકીમના નિવાસસ્થાને પહોંચી હતી.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીશ ધનખડએ ફિરહદ હકીમ વિરુદ્ધ તપાસ માટે સીબીઆઈ અધિકારીઓને મંજૂરી આપી હતી. આ કિસ્સામાં, નારદા વતી એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા ટીએમસી નેતાઓ કેમેરા પર લાંચ લેતા ઝડપાયા હતા.

સીબીઆઈએ ધરપકડ નો કર્યો ઇન્કાર

સીબીઆઈનાં સૂત્રોએ જણાવ્યું કે ચારેયને નારદા સ્ટિંગ કેસમાં પૂછપરછ માટે કચેરી લાવવામાં આવ્યા છે. આ મામલે તેઓની પૂછપરછ કરવામાં આવશે. જોકે, સીબીઆઈએ ધરપકડને નકારી હતી અને કહ્યું હતું કે આ ચારમાંથી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી.


 

 

 

 

 

શું છે નારદા કૌભાંડ?

બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા 2016 માં, નારદા સ્ટિંગ ટેપ્સને જાહેર કરવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ટેપ વર્ષ 2014 માં રેકોર્ડ કરવામાં આવી હતી. તેમાં એવા લોકો દર્શાવવામાં આવ્યા છે કે જેઓ ટીએમસી મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો જેવા લાગે છે, કથિત રૂપે કોઈ બનાવટી કંપનીના પ્રતિનિધિઓ પાસેથી રોકડ લેતા દેખાડવામાં આવ્યા છે. આ સ્ટિંગ ઓપરેશન નારદા ન્યૂઝ પોર્ટલના મેથ્યુ સેમ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું હતું. 2017 માં, કલકત્તા હાઇકોર્ટે સીબીઆઈને આ ટેપની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.