મેરાન્યૂઝ નેટવર્ક, કોલકાતા: લોકસભાની ચૂંટણી સમાપ્ત થઇ ચુકી છે અને તેના પરિણામો જાહેર થયા બાદ ફરી એક વખત મોદી સરકારે કેન્દ્રમાં કાર્યભાર સંભાળી લીધો છે. પરંતુ આ ચૂંટણીઓની અસર પશ્ચિમ બંગાળમાં હજુ પણ નજર આવી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે કહ્યું કે હું પશ્ચિમ બંગાળને ગુજરાત નહીં બનવા દઉ.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ સામેની પોતાની લડાઇને બંગાળ વિરૂદ્ધ ગુજરાત બનાવવાનો પ્રયાસ કર્યો કર્યો છે. તેમણે આજે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમે તેમ નહીં થવા થઇએ. હું ગુજરાતીઓ વિરૂદ્ધ નથી પરંતુ ગુજરાતના તોફાનીઓ વિરૂદ્ધ છું.

મમતા બેનર્જીએ સ્વિકાર્યું કે રાજ્યમાં લોકસભા ચૂંટણી બાદ રાજકીય હિંસા થઇ છે. આ હિંસામાં ભાજપના 2 કાર્યકરતા જ્યારે ટીએમસીના દસ કાર્યકરોના મોત થયા છે. રાજકીય હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારોજનોને આર્થિક સહાય આપવામાં આવશે.