મેરાન્યૂઝ નેટવર્ક.લેબનાનઃ લેબનાનની રાજધાની બેરુતમાં મંગળવારે સખ્ત મોટો બ્લાસ્ટ થયો છે જેમાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા છે. બપોરના સમયે થેલા આ વિસ્ફોટથી રાજધાનીના ઘણા ભાગ હચમચી ગયા છે અને શહીરમાં મોટો કાળો ધૂમાડો ઉઠ્યો છે. સ્થાનીકોએ કહ્યું કે ધડાકો એટલો જોરદાર હતો કે ઘરના કાચ અને ફોલ્સ સિલિંગ પણ તૂટી ગયા છે.

એવું લાગી રહ્યું ખે કે વિસ્ફોટ બેરુતના પત્તનના આસપાસ થયો છે અને તેનાથી મોટી માત્રામાં નુકસાન થયું છે. બેરુત પત્તનના નજીક આવેલા એસોસિએટ પ્રેસના એક ફોટોગ્રાફરે લોકોને જમીન પર ઈજાગ્રસ્ત હાલતમાં જોયા હતા. સાથે જ મધ્ય બેરુતમાં ભારે તબાહી જોઈ હતી. કેટલાક સ્થાનીક ટીવી સ્ટેશને પોતાના સમાચારમાં કહ્યું કે વિસ્ફોટ બેરુતના પત્તન માં તે વિસ્તારમાં થયો છે જ્યા ફટાકડાઓ રાખવામાં આવતા હતા.