મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ:  બાયડના વાત્રક નજીક આવેલા ઈન્દીરાનગર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ભાણીને રમાડવા જેવી સામાન્ય બાબતમાં યુવક પર નવ શખ્સોએ છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો યુવક પર ખૂની હુમલો કરનાર નવ શખ્સો સામે બાયડ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. યુવક પર હુમલો થયાનો વિડીયો બહાર આવ્યો છે. જેમાં યુવક લોહીલુહાણ હાલતમાં તડપી રહ્યો છે. આજુબાજુના લોકો તમાશો જોઈ રહ્યા છે. હુમલાખોરોના ડર થી યુવકને બચવાની હિંમત કોઈ કરી શક્યું ન હતું. હાલ યુવક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.