મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લા અને ૬ તાલુકા પંચાયતમાં વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાની અનેકવાર બૂમો ઉઠી છે બાયડ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સાંભળતાની સાથે કાજલ આંબલીયા નામના મહિલા અધિકારીએ તાલુકા પંચાયત કચેરીમાં કોન્ટ્રાક્ટરો અને ફોલ્ડરિયા રાજ હોવાનું ધ્યાને આવતા ટી.ડી.ઓની કચેરીના બહાર કોઇ કોન્ટ્રાક્ટરે બાંધકામ શાખામાંથી કોઇ પત્રકની નકલ લઇ નહી જવી તથા બીન જરૂરી અવર-જવર કરવી નહી તેવા બોર્ડ લાગાવી દેતાં ભારે હલચલ મચી હતી નોટિસ ચીપકાવતા કેટલાક અધિકારીઓ સાથે મીલીભગત કે પછી બે આંખોની શરમથી કામ કઢાવી લેનાર કેટલાક કોન્ટ્રાક્ટર અને ફોલ્ડરિયાઓના પેટમાં તેલ રેડાતા બાયડ તાલુકાના કેટલાક સરપંચોને હાથો બનાવી અને રાજકીય આકાઓને સાથે રાખી મહિલા ટીડીઓની બદલી કરાવવા ઉચ્ચ કક્ષાએ સતત રજુઆત કરતા આખરે મહિલા ટીડીઓની બદલી કરાવવામાં સફળ રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

બાયડ તાલુકા પંચાયતના ટીડીઓ કાજલ આંબલીયાએ ચાર્જ સાંભળતાની સાથે પ્રામાણિક અને કડક અધિકારી તરીકે કામગીરી નિહાળી કચેરીમાં ટાઈમ પાસ કરવા  ટેવાયેલા કેટલાક કોન્ટ્રાક્ટરો તાલુકા પંચાયતમાંથી રફુચક્કર થઇ ગયા હતા ત્યારે તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓની કચેરીના બહાર કોઇ કોન્ટ્રાક્ટરે બાંધકામ શાખામાંથી કોઇ પત્રકની નકલ લઇ નહી જવી તથા બીન જરૂરી અવર-જવર કરવી નહી તેવા બોર્ડ લાગાવી દેતાં હલચલ મચી હતી.ટીડીઓએ નોટિસ ચીપકાવતા કેટલાક કોન્ટ્રાક્ટરો તથા
ફોલ્ડરિયાઓને પેટમાં તેલ રેડાતા ટી.ડી.ઓનું યુધ્ધ દિલ્હી અને ગાંધીનગર સુધી પહોંચી ગયું હતું.

તાત્કાલિક બદલી કરવામાં આવેની માંગ કરવામાં આવી હતી બાયડના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પ્રભારી મંત્રી રમણલાલ પાટકર ને કેટલાક કોન્ટ્રાક્ટર તથા સરપંચો ભેગા મળી રજુઆત કરવા દોડી પહોંચ્યા હતા.સમગ્ર ઘટનાક્રમથી તાલુકાની પ્રજા તમાશો નીહાળી રહી હતી .ત્યારે બાયડ તાલુકા વિકાસ અધિકારી કાજલ અંબાલિયાની બદલી ખેડા જિલ્લાના મહુધા તાલુકા વિકાસ અધિકારી તરીકે કરતા તાલુકામાં તરહ તરહ ની ચર્ચાએ જોર પકડ્યું છે.