મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: બાયડના તેનપુરા ગામે આવેલા ખેતરમાં બટાકા ભરવા ગયેલો ડ્રાઈવર દ્વારા પોતાની ટ્રક ગામની સીમમાં ઉભી રાખી હતી તે દરમ્યાન કોઈ અજાણ્યો શખ્સો ચોરી કરી ગયા હતા. જેને રોકવા માટે ડ્રાઈવર તેમજ અન્ય એક બાઈક ચાલક ટ્રકની ચોરી કરીને ભાગી રહેલા શખ્સને પીછો કરી રહ્યા હતા. તે દરમ્યાન ડ્રાઈવર દ્વારા તેના મિત્રને સઘળી હકીકતની જાણ કરતા તેના મિત્રા દ્વારા ટ્રક ચોરી કરીને ભાગી રહેલા શખ્સને રોકવાનો પ્રયત્ન કરતા ચોરી કરી ભાગી રહેલા ટ્રક ચાલક દ્વારા ડ્રાઈવરના મિત્રને નીચે પાડી દઈ તેની પર ટ્રકનું ટાયર ફેરવી દઈ મોતને ઘાટ ઉતારતા આ અંગે પોલીસ ચોરી તેમજ માનવ વધની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના થાંભલીયા ગામે રહી છેલ્લા કેટલાય સમયથી ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા મનિષભાઈ ઉર્ફે શેલેષભાઈ પટેલના તેમના બનેવીની  ટ્રક   લઈને  બાયડ તાલુકાના તેનપુર ગામે અમૃતભાઈ હરગોવિંદભાઈ પટેલના ખેતરમાં બટકા ભરવા  ગયા હતા. ત્યારે ખેતર જવાના માર્ગ પર ગાડી જઈ શકે તેમન હોવાથી મનીષભાઈ દ્વારા ગાડી ખેતર નજીકના રસ્તામાં ઉભરી રાખી મનીષ બટાકા ભરવા અમૃતજીના ખેતર તરફ ગયા હતા. તે દરમ્યાન સાંજના આઠેક વાગ્યાના સુમારે અચાનક મનીષની ગાડી ચાલુ થવાનો અવાજ આવા મનીષ તરતજ તેમની ગાડી તરફ દોડતા ગયા હતા. જયાં કોઈ અજાણ્યા શખ્સ મનીષની ગાડી ચાલુ કરી પલાયન થઈ રહ્યો હતો. જેથી મનીષએ તેમને પકડવા તેની પાછળ દોડયા હતા. તેજ અરસામાં મનીષ ને તેનપુર ગામે રહેતા સોમાભાઈ તેમના મોટરસાયકલ પર સામેથી આવતા હોવાથી ટ્રક ડ્રાઈવર તેમજ ટ્રક ચોરી કરીને ભાગી રહેલા ઈસમનો પીછો કર્યા હતો.તે દરમિયાન શખ્સ  દ્વારા ટ્રક તેનપુર ગામથી આંબલીયરા તરફ ભગાડી મુકતા ડ્રાઈવર દ્વારા આંબલીયારા ગામે રહેતા તેમના મિત્ર ને ફોન પર સઘળી હકીકત જણાવતા મિત્ર દ્વાર રોડ ઉપર બે આઈસર ગાડી ઉભી કરી ટ્રકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ  શખ્સ દ્વારા ટ્રકને સાઈડમાં ઉતારી દઈ ભગાડવાનો પ્રયત્ન  કરતા ટ્રક રોકનાર શખ્સને  ગંભીર ઈજાઓ પહોંચતા પોલીસ દ્વારા ટ્રક ચોરી કરીને ભાગી રહેલ ઈસમ વિરૃધ્ધ ચોરી તેમજ માનવ વધનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે