મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે બાયડ વિધાનસભાના એનસીપીના ઉમેદવાર દોલતસિંહ ચૌહાણના પ્રચાર અર્થે બોરડી ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જાહેરસભાને સંબોધી હતી અને ભાજપ પર પ્રહારો કર્યા હતા ભાજપના ભાવ એનસીપીના લીધે વધ્યા હોવાનું જણાવી ભાજપ પર ભરોષો કરવો નહિ...! રાત્રે અગિયાર વાગે મહેન્દ્રસિંહ વાઘેલાને બોલાવી કેસરિયો ખેસ પહેરાવી હાલ ભાવ પણ પુછાતા નથી અને ભાજપે છેતર્યા હોવાનું જણાવી કટાક્ષ કર્યો હતો દારૂબંધી પર પણ કટાક્ષ કર્યો હતો કોંગ્રેસના ડેમાઈ જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ પણ સભામાં ઉપસ્થિત રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ચૂંટણીમાં દારૂની રેલમછેલ અને ક્વાંટરીયા વહેંચતા હોવાનું કહી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવેદનને આડકતરી રીતે સમર્થન આપ્યું હતું.

અશોક ગેહલોતના દારૂબંધીના નિવેદન પછી રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ મળે છે તેવો અનેક લોકો કહી રહ્યા છે ત્યારે બાયડ બોરડી ખાતે આવેલા રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ એનસીપીનાં નેતા શંકરસિંહ વાઘેલાએ પણ દારૂબંધી અંગે ફરીથી ભાજપ પર નિશાન તાક્યું હતું અને 'અશોક ગહલોતે શાબ્દિક રીતે કંઇ કહ્યું હશે પરંતુ રાજ્યનો એક એવો એક કિલોમીટર પણ એવો નહીં હોય કે ત્યાં દારૂની પોટલીઓ નહીં મળતી હોય. હું ગાંધીનગરમાં રહું છું. જો રાજ્યપાલ અને મુખ્યમંત્રીનાં બંગલાની પાછળ દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય તો દારૂબંધી કેવી. શરમ છે સરકારને અને દારૂબંધીને. આની પર ફરીથી વિચાર કરવો જોઇએ. આ દારૂબંધી રાખો કે દારૂબંધી કાઢો.આ બધી ડ્રામાબાજીમાં આપણી જાતને છેતરવાની વૃત્તિ છે.