મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના બાયડ માર્ગ-મકાન (પંચાયત) વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અને વર્ષોથી ચીટકી રહેલા બે અધિકારીઓ તાલુકા થઈ રહેલ વિકાસના કામોમાંની ગ્રાન્ટમાંથી બનતા રોડ-રસ્તામાં કોન્ટ્રાકટરોની મીલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આદરી તેમના સગા-સબંધીઓના નામે બેંકમાં ફીક્સ ડિપોઝીટ્સ તેમજ બાયડ આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેતી લાયક જમીનો ખરીદી બેનામી સંપત્તિ બહાર ન આવે તે માટે લોકોના લોકરોમાં પણ લાખ્ખો રૂપિયાની ઝવેરાત મુક્યું છે. બંને અધિકારીએ રોડના કામોમાં ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાકરોને હલકી કક્ષાના રોડ બનાવવા છૂટો દોર આપી દીધો હોવાના આક્ષેપ સાથે કેટલાક જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રી, કલેકટર, જીલ્લા વિકાસ અધીકારી અને માર્ગ અને મકાન વિભાગની ઉચ્ચ કચેરીમાં લેખિત અરજી કરી છે. બંને અધિકારીઓના ખોફને પગલે જાગૃત નાગરિકોએ તેમના નામ ગુપ્ત રાખવા અરજીમાં અપીલ કરી છે.
બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના જાગૃત નાગરિકોએ અરજીમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના બે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારમાં રચ્યાપચ્યા રહી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ વસાવી હોવાનું અને એસીબી તપાસની માંગ કરતા તંત્રમાં હડકંપ મચ્યો છે. જો કે આ અરજી ૧૫ દિવસ અગાઉ કરવા છતાં તંત્ર બંને ભ્રષ્ટ અધિકારીઓને છાવરતુ હોય તેવું જાગૃત નાગરિકો અહેસાસ અનુભવી રહ્યા છે.
Advertisement
 
 
 
 
 
જાગૃત નાગરિકોએ બંને ભ્રષ્ટ અધિકારીઓને રજુઆત કરવા જઈએ તો દાદાગીરી કરતા હોવાનું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને રજુઆત કરો તો પણ કોઈના બાપની તાકાત નથી અમારું કોઈ કઈ બગાડી પણ નહીં શકેની ખુલ્લી ચેલેંજ આપી રહ્યા હોવાનો સનસનાટી ભર્યા આક્ષેપ થી જીલ્લામાં ખળભળાટ મચ્યો છે.
જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરના જણાવ્યા અનુસાર
અરવલ્લી જીલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર વસાવાનો બાયડ માર્ગ અને મકાન (પંચાયત) કચેરીના બે અધિકારીઓ સામે થયેલ અરજી અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે ઓપરેશન કરાવ્યું હોવાથી રજા પર હતો મને અરજી ટપાલથી મળી છે અને આ અંગે યોગ્ય તપાસ કરી ગાંધીનગર ખાતે રિપોર્ટ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું