મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કહેવા પુરતી રહી હોય તેમ ઠેર ઠેર વિદેશી દારૂની માંગો તે બ્રાન્ડ બુટલેગરો પાસેથી મળી રહેતી હોય છે રાજ્યમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અરવલ્લી જીલ્લાની રાજસ્થાનને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી ઠલવાઇ રહ્યો છે નવનિયુક્ત એસપી સંજય ખરાતના આગમન પછી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઝડપાઈ રહ્યા છે બાયડ પોલીસે ડસ્ટર કારનો ફિલ્મીઢબે પીછો કરી ૧.૧૩ લાખ, શામળાજી પોલીસે આઇશર ટ્રકમાં બનાવેલ ગુપ્ત ખાના માંથી ૩.૮૨ લાખ અને લોડિંગ રિક્ષામાંથી ૩૭ હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બાયડ પીઆઇ ગોહિલ અને તેમની ટીમે બાયડ ચોકડી નજીક રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે ધનસુરા તરફથી ડસ્ટર કાર (ગાડી.નં.  GJ. 01. RL. 0146) ને અટકાવવાનો ઈશારો કરતાં ડસ્ટરના ચાલકે કાર ભગાડી મુકતા બાયડ પોલીસે સરકારી ગાડીમાં ફિલ્મીઢબે પીછો કરતા કાર ચાલક રોડ પર કાર મુકી ફરાર થઈ જતા પોલીસે ડસ્ટર કારમાંથી વિદેશી દારૂ બોટલ નંગ-૯૪૮ કીં.રૂ.૧૧૩૯૪૬/-અને કાર મળી કુલ.રૂ.૫૧૩૩૭૬/-નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી આવતી આયશર ટ્રકમાં ગુપ્તખાનામાં સંતાડી રાખેલ વિદેશી દારુની બોટલ નંગ-૧૦૨૦/- કીં.રૂ.૩૮૨૫૦૦/- નો જ્થ્થો જપ્ત કરી ટ્રક ચાલક રાજેશ રામેશ્વર કુમાર પંડિત અને પ્રદીપ રણધીરસિંહ ચમાર ને ઝડપી પાડી વિદેશી દારૂ, ટ્રક,મોબાઈલ, રોકડ રકમ મળી કુલ.રૂ.૭૮૮૪૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના જીંદ ના બલરાજસિંગ જાટ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અમદાવાદ વિસ્તારમાં રહેતો બૂટલેગર લોડિંગ રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂ ઘુસાડવાના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું હતું શામળાજી પોલીસે કડવથ પાટિયા નજીકથી લોડિંગ રીક્ષાને ટકાવી રિક્ષામાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂના ક્વાંટરીયા નંગ -૩૭૭ કીં.રૂ.૩૭૭૦૦/- તથા રીક્ષાની કીં.રૂ.૧ લાખ મળી કુલ રૂ.૧૩૭૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ભગવતી જાલુજી ગુર્જર (રહે,જેઠાલાલ ગુર્જરના મકાનમાં,દેવનારાયણ પસ્તી ભંડાર,ગોતા-અમદાવાદ) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.