મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ બાયડ તાલુકાના અહમદપુરા ગામે પતિએ કુલ્હાડી ના ઘા મારી પત્નીની હત્યા કરી નાખતા પતિ સામે લોકો રોષે ભરાયા હતા. અંગે સાઠંબા પી.એસ.આઇ એમડી ગઢવી નો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે બાયડ તાલુકાના મહમદપુરા ગામ એ રહેતા માધુસિંહ જલુસિહ પરમાર પત્ની ઉપર ખોટો વહેમ રાખી બંને વચ્ચે સવારે ઝઘડો થતાં પત્ની ઈન્દુબેન પરમાર ને માથાના ભાગે કુલ્હાડી જેવો હથિયાર મારતા પત્નીનો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ વાતની જાણ ગામમાં થતા મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. ત્યારે હત્યા કર્યા બાદ પતિએ કુલ્હાડી ને કૂવામાં નાખી દીધી હતો. પોલીસે પૂછપરછ કર્યા બાદ કૂવા માંથી બહાર કાઢવામાં આવી હતી. જોકે પિયર પક્ષ વાળા ગામમાં આવતા વાતાવરણ તંગ બનતા પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસની ભારે સમજાવટ બાદ લાસ ને ઉઠાવી પીએમ માટે મોકલવામાં આવી હતી. પોલીસે હત્યારા પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Advertisement
 
 
 
 
 
વાતાવરણ તંગ બનતા બંદોબસ્ત ગોઠવાયો
તાલુકાના અહમદપુરા ગામે પતિએ પત્નીની હત્યા કરી નાખતા વાતાવરણ તંગ બન્યો હતો. ત્યારે બાયડ તથા સાઠંબા પોલીસ નો કાફલો અહમદપુરા ગામે ખડકી દેવામાં આવ્યો હતો.
હત્યારા પતિને પોલીસે જેલ હવાલે કર્યો
ઘર કંકાસ તથા પત્ની ઉપર વહેમ ને લઇ પતિએ પત્નીની કુલ્હાડી વડે હત્યા કરી હતી. પોલીસે હત્યારા પતિને જેલ હવાલે કર્યો હતો.