મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : બાયડ નગર તથા બાયડ તાલુકામાં છેલ્લા એક સપ્તાહ થી ઉપરાંતમાં બાયડ શહેર તથા ગામડાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકેટ ગતિએ વધ્યું રહ્યું છે . વધતા તંત્ર દ્વારા બાયડ નગરમાં વહેપારીઓ દ્વારા ૧૦ દિવસ બજાર આઠ કલાક ખુલ્લા રહેશે . બપોર ૩-૦૦ વાગ્યા થી સવારના ૬-૦૦ વાગ્યા સુધી બજાર બંધ રહેશે . બાયડ નગરમાં વહેપારીઓ જોડાયા હતા જેવા કે તેલીબીયા વહેપારી , અનાજના વહેપારી , કરીયાણા વહેપારી , કાપડ વહેપારી , શાકભાજીના વહેપારી , લોખંડ - સીમેન્ટ , વગેરે વહેપારીએ બાયડ શહેર વેપારી એસોશીયેશન દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે 

બાયડ શહેરમાં હાલમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ નો નાથવા અપીલો કરવામાં આવી રહી છે . બાયડ શહેરના મોટા ભાગના બજારો એ બપોર સ્વયંભુ બંધ પાડવા માટે અપીલ કરવામાં આવી હતી . બાયડ શહેરમાં આવેલી વિસ્તારમાં જેવા કે ગાબટ રોડ , બસ સ્ટેશન વિસ્તાર , વાત્રક રોડ , ચોલા રોડ , શ્રીજી દાદા કોમ્પલેક્ષ , વગેરે બજાર સહિતના બજારો ૧૦ દિવસ સુધી બપોરે ૩ થી સવારે ૬-૦૦ વાગ્યા સુધી બંધ રહેશે . તથા બાયડ નગરમાં શનિવાર - રવિવારે સ્વયંભુ બંધ રાખવા આવશે . જેમાં બાયડ વેપારી મિત્રો દુકાનદારો , ફેરીયાએ , પાથરણાવાળાએ ને વિનંતી કરવામાં આવી હતી . કે પોતાનો વેપાર , ધંધા કે રોજગાર સવારના ૭ થી બપોરે ૩-૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવાનું નક્કી કરાયું હતું .