મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી: વાવેતર માટે આપેલ જમીન પર ગેરકાયદે રીતે જમીનનો કબજે કરતાં બાયડ પોલીસ સ્ટેશનમાં બીબીપુરા ના બે વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.
બાયડ તાલુકાના બીબીપુરામાં વડીલોપારજીત જમીન ધરાવતા વિધવા મહિલા ખેડૂત રસિલાબેન ગંગારામભાઈ પ્રેમજીભાઈ પટેલ દ્વારા બીબીપુરામાં આવેલ જુના સર્વેનં-79 તથા 80 ,નવો સર્વે નમ્બર 1911191 ની ખેતી લાયક સંયુક્ત જમીન મહિલાએ વાવેતર કરવા તથા દેખરેખ સારસંભાળ માટે પોતાના જેઠના દીકરાઓને આપી હતી. આ જમીન છબીલભાઈ બાબુભાઇ પટેલ તેમજ ભાવેશભાઈ બાબુભાઇ પટેલ દ્રારા પોતાની માલિકીની ન હોવાનું જાણવા છતાં ગેરકાયદેસર કબજે કરતાં જમીન માલિક રસિલાબેન પટેલને જમીનમાં પ્રવેશ ન કરવાની ધમકીઓ આપી વાવેતર કરી આજદિન સુધી કબજો જાળવી રાખતાં જમીન માલિક દ્વારા આ અંગેની ફરિયાદ અરવલ્લી કલેક્ટર કચેરીમાં ગુજરાત જમીન પચાવી પાડવાનો અધિકારી ને આ અંગે ફરિયાદ આપી હતી. રસિલાબેન પટેલ દ્વારા બાયડ પોલીસમાં આઇપીસી કલમ- 447,506(2) તથા લેન્ડ ગ્રેબીંગ એક્ટની કલમ-,૪ (૧), (૨), ૫ (ગ) મુજબ ગુનો નોંધાવ્યો હતો.