મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ બાયડ - મોડાસા - કપડવંજ, બાયડ - દહેગામના ઉબડ ખાબડ સ્ટેટ હાઈવે ના કારણે માત્ર એક મહિનામાંમાં અંદાજીત ૧૦ જેટલા અકસ્માતનો બનાવ બન્યા છે. સ્ટેટ હાઈવે અકસ્માત ઝોન તરીકે કુખ્યાત થઈ ચૂક્યો છે પરંતુ જેના માથે આ ઉબડ ખાબડ રસ્તાનુ પેવરીંગ અને સમતલ કરવાનું કામ છે તે રોડ એજન્સી પોતાની મસ્તીમાં છે અને નિર્દોષ લોકો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. મહિના પહેલાં જ બાયડના ચશ્માના વેપારીનું પણ ઉબડ ખાબડ રસ્તાના કારણે મોત નિપજયું હતું, ત્યાં અન્ય અકસ્માતના બનાવ સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે. જોકે આ અકસ્માતમાં વાહનની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો અને વ્યક્તિનું મોત નિપજ્યું હતું. પરંતુ આ અકસ્માત થતાની સાથે જ રોડ રસ્તા સુધારવાની બૂમો પડવા લાગી હતી.
Advertisement
 
 
 
 
 
લોકોના આરોપ છે કે, આ સ્ટેટ હાઇવે ઉપર રોજના ૨૦ થી ૨૫ અકસ્માતના બનાવો બની રહ્યા છે પણ રોડ એજન્સી પેટનું પાણી હાલતું નથી. રોડ એજન્સીની સાન ઠેકાણે લાવવા માટે હવે ના છુટકે લોકો આંદોલનનું શસ્ત્ર ઉગામશે તેવા ભણકારા વાગી રહ્યા છે.
બાયડ તાલુકાના ડેમાઈ નજીક આવેલા વાડીનાથ - લાંક ગામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બાબુસિંહ નાથુસિંહ ઝાલાની ફરિયાદ અનુસાર બાયડથી કામકાજ અર્થે આવ્યા હતા. કામકાજ પતાવી વાડીનાથ ગામે જવા નિકળ્યા હતા. ત્યારે વરાસી નદીના પુલ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈકનું સ્ટેરીંગ ગુમી જવાથી પાછળથી આવતું અજાણ્યું વાહન ઉપર ચડી જવાથી મહેશસિંહ બાબુસિંહ ઝાલા ઉ .૧૭ ( રહે. વાડીનાથ લાંક) નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું . આ અકસ્માત સર્જાતા બાયડ કપડવંજ હાઇવે પર કલાકો સુધી ટ્રાફીકની લાંબી કતારો જોવા મળી હતી. બાયડ પોલીસે બાબુસિંહ નાથુસિંહ ઝાલા (રહે.વાડીનાથ - લાંક ) ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.