મેરાન્યૂઝ નેટવર્ક બાયડ : અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના લાંક (ભરવાડ ના મુવાડા) ના સી.આઈ.એસ.એફ આસામ ખાતે ફરજ બજાવતા ભગવાન ભાઈ લાખાભાઇ ભરવાડનું કોલકત્તા હોસ્પિટલમાં માંદગી સામે જંગ હારી જતા મોત નિપજતા તેમના પરિવારજનો અને જીલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી શહીદ જવાનના પાર્થિવ દેહને માદરે વતન ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી જેમાં બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા સમાજના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા પરિવારજનો અને પુત્રએ શહીદ જવાન પિતાને આપેલ ભાવુક વિદાયથી લોકોની આંખોમાંથી અશ્રુની ધરા વહી હતી.

બાયડના લાંક (ભરવાડ ના મુવાડા) ગામના ભગવાનભાઈ લાખાભાઇ ભરવાડ (ઉં.વર્ષ-૩૭) ૧૭ વર્ષથી વધુના સમય થી દેશના વિવિધ સ્થળોએ માં ભોમની રક્ષા કરી ઋણ અદા કરી રહ્યા હતા આસામ ખાતે ફરજ દરમિયાન પેન્ક્રીયાઝ અને કમળાની બીમારીમાં સપડાતા કોલકાત્તા આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ફરજ પરના તબીબોએ સઘન સારવાર આપવા છતાં જિંદગી સામેનો જંગ હારી જતા બુધવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા શહીદ થયા હતા આ ઘટનાની જાણ પરિવારજનોને કરતા તાબડતોડ કોલકાત્તા પહોંચી શહીદ જવાનના નશ્વર દેહને લેવા પહોંચ્યા હતા શુક્રવારે શહીદ જવાનના પાર્થિવદેહને માદરે વતન લાવી અંતિમવિદાય આપવામાં આવી હતી સીઆઈએસએફ ની ટીમે શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સન્માન આપવામાં આવ્યું હતું ફોજી જવાનના મોતથી સમગ્ર જીલ્લામાં શોકની લાગણી ફેલાઈ હતી.