મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ:બાયડ તાલુકાના પૂંજાપુરમાં બે દિવસ અગાઉ લાપત્તા બનેલા ધો.૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીંનો પરોઢે ગામ નજીકથી ઘાતકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. બાયડ પોલીસ સહીત જીલ્લા પોલીસતંત્ર ઘટનાસ્થળે પહોંચી હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ બાયડ પોલીસે અને જીલ્લા પોલીસતંત્રની એજન્સીઓએ ગણતરીના કલાકોમાં કિશોરની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં મૃતક કિશોરની હત્યા કૌટુંબિક સગીર યુવકે કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મૃતક યુવકના કૌટુંબીક કાકી સાથે આડા સબંધ હોવાની મહિલાના સગીર પુત્રને જાણ થઇ જતા સગીર સમસમી ઉઠ્યો હતો અને માતાને ઘર નજીક મળવા આવેલા કૌટુંબિક ભાઈને એક જ ઝાટકે કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
બાયડ તાલુકાના વસાદરા ગામ નજીક આવેલા પુજાપુર ગામના ૧૫ વર્ષીય સગીરને રાત્રીના સમય ગાળા દરમ્યાન કોઈ ઈસમે રાત્રીના સમય લાભ લઈ સચીન ને શરીરના ભાગે તેમજ માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સચીનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. સચિનના મોતના સમાચાર વાયુવેગ થતા આજુબાજુના રહીશો જોવા માટે ઉમટી પડયા હતા. બાયડ પોલીસ ટીમ સહિત જીલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી. પોલીસે મૃતકના પિતા પ્રવિણ જેમાભાઈ પગી(સોલંકી)ની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Advertisement
 
 
 
 
 
બાયડના પુંજાપુર ગામમાં સગીરની હત્યાની ઘટનાના પગલે નાયબ પોલીસ અધિક્ષક ભરત બસિયાના માર્ગદર્શન બાયડ પ્રોબેશન પીઆઈ ઉન્નતી પટેલ અને જીલ્લા પોલીસતંત્રની વિવિધ એજન્સીઓ સગીરની હત્યાનો ધમધમાટ શરૂ કરી ડોગ સ્કોવડ અને એફએસએલની મદદ લીધી હતી. મૃતક સગીર ઇશ્ક મીજાજી હોવાથી ત્રણ ચાર શકમંદ યુવકો સહીત સગીરની સઘન પૂછપરછ કરી હતી. આખરે સગીર યુવક શંકાસ્પદ જણાતા આગવી ઢબે પોલીસે પૂછપરછ કરતા સગીર ફસડાઈ પડ્યો હતો અને તેને જ તેના કૌટુંબીક ભાઈની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. હત્યારા કીશોરે મૃતક કૌટુંબીક ભાઈના તેની માતા સાથેના આડાસંબન્ધો થી તંગ આવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. બાયડ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા હત્યારા સગીર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવા તજવીજ હાથધરી હતી.