મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: રવિવારે બપોરે દહેગામ-બાયડ રોડ પર રોયલ સ્કૂલ થી લિહડા ગામની વચ્ચે બાયડના નામાંકીત તબીબની ક્રેટા કારને ડમ્પરે ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ક્રેટા કારમાં આગ લાગતા ભડભડ સળગી ઉઠતા ક્રેટા કારમાં સવાર તબીબ દંપતી ગણતરીની સેકંડમાં ભડથું થઇ જતા ભારે હાહાકાર મચ્યો હતો ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે લોકના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા પણ કારમાં લાગેલી ભીષણ આગના પગલે કાર સવાર લોકોને બચાવવાની કોઈ હિંમત કરી શક્યું ન હતું દહેગામ અને રખીયાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ક્રેટા કારમાં બે થી વધુ લોકો હોવાનું સ્થળ પર ચર્ચા ચાલી રહી છે બાયડના નામાંકીત તબીબની કાર આગમાં ખાખ થતા બાયડ શહેરમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતુ.


 

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર બાયડના નામાંકિત ગાયનેક તબીબ મયુર શાહ તેમની પત્ની સાથે ક્રેટા કાર લઇ અમદાવાદ થી બાયડ તરફ આવી રહ્યા હતા ત્યારે દહેગામ-બાયડ રોડ પર માતેલા સાંઢની માફક આવી રહેલા ડમ્પરે ક્રેટા કારને ડમ્પરે ટક્કર માર્યા બાદ કારમાં ભયંકર આગ લાગતા કાર ગણતરીના સેકંડોમાં આગમાં ખાખ થઇ જતા અકસ્માત બાદ કાર લોક થઇ જતા તબીબ દંપતી બહાર ન નીકળી શકતા આગમાં ખાખ થઇ જતા ભારે ચકચાર મચી હતી અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા બાયડના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ અને તેમની પત્નીનું અકસ્માતમાં મોત નિપજતાં તબીબી આલમ સહીત બાયડ શહેરમાં શોકની લાગણી છવાઈ હતી તબીબીના પરિવારજનો અને મિત્ર વર્તુળ ઘટનાસ્થળે જવા રવાના થઇ ગયા હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી.