મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: રાજ્યના 80 હજાર વકીલોની મુખ્યસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચેરમેન તરીકે મોડાસાના નામાંકીત વકીલ હીરાભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવતા રાજ્યભરના વકીલોમાં આનંદ છવાયો હતો. અરવલ્લી જીલ્લાના અગ્રણી વકીલ હીરાભાઈ પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર તરીકે ફરજ બજાવી વકીલોની પડખે સતત ઉભા રહ્યા છે. અરવલ્લી જીલ્લાના પનોતા પુત્ર હીરાભાઈ પટેલની બાર કાઉન્સિલના ચેરમેન તરીકે નિમણુંક થતા મોમેન્ટો અને ફુલહાર થી સન્માનીત કરાયા હતા. 

અરવલ્લી જીલ્લાના નામાંકીત વકીલ હીરાભાઈ પટેલની ગુજરાત બાર કાઉન્સીલ ચેરમેન તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી થતા અરવલ્લી જીલ્લા બાર કાઉન્સીલ અને વકીલોમાં આનંદ છવાયો હતો અને હીરાભાઈ પટેલને ફુલહાર અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન તરીકે નિમણુંક થતા તેમને રાજ્ય બાર કાઉન્સીલના સદસ્યોનો આભાર વ્યક્ત કરી વકીલો ના રક્ષણ માટે હંમેશા કામ કરતો રહીશ તેમ જણાવ્યું હતું .