ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આખરે તેજીવાળાએ બિટકોઈનની જાન્યુઆરી ૨૦૧૮ પછીની ૧૨૪૭૦ ડોલરની નવી ઊંચાઈ સ્થાપિત કરી દીધી. છેલ્લા ૪૮ કલાકમાં ૬ અબજ ડોલર, જાગતિક ક્રીપ્ટો બજારમાં પ્રવેશ્યા હતા. આને લીધે ક્રીપ્ટોબજારમાં એકાએક લેવાલીનું દબાણ સર્જાયું હતું. છેલ્લા એક સ્પતાહથી તેજીવાળાના પ્રયાસ ભાવને ૧૨૦૦૦ ડોલરની તાર્કિક (સાયક્લોજીકલ) રેસીસટન્સ પાર કરાવવાનાં હતા પરંતુ ઉક્ત ઘટનાએ તેમાં મદદ કરી હતી. આને લીધે એ સાબિત થઇ ગયું કે બેંક ઓફ અમેરિકાનું ચલણ ડોલર આજે ક્રીપ્ટોકરન્સી કરતા પણ પાછળ રહી ગયું છે.

પ્રથમવાર રોકાણ કરનારા નવયુવા રંગરૂટ રોકાણકારો તરફથી બિટકોઈનને જબ્બર ટેકો સાંપડ્યો છે. બિટકોઈનનું માર્કેટ કેપીટલાઈઝેશન બેંક ઓફ અમેરિકાના માર્કેટ કેપીટલાઈઝેશન વેલ્યુ કરતા પણ મંગળવારે વધી ગયું હતું, તે પે-પાલની નજીક પહોચી ગયું છે. છેલા ૧૭ દિવસમાં બીત્કોઈન, બે વખત ૧૨૦૦૦ ડોલરની ઊંચાઈ ટચ કર્યા પછી પાછો ફર્યો હતો. બંને વખત જબ્બર વેચાણનો સામનો કરવો પડ્યો હતો.

એસેટ ડેશ ડેટાના અનુમાન મુજબ મંગળવારે બિટકોઈન છેલ્લા ૨૪ કલાકમાં ૩.૨ ટકા ઉછળતા તેની કરંટ માર્કેટ કેપિટલ વેલ્યુ ૨૨૬ અબજ ડોલર કરતા વધી ગઈ હતી. અલબત્ત, આ ગાળામાં બેંક ઓફ અમેરિકાની માર્કેટ કેપિટલ વેલ્યુ બે ટકા ઘટીને ૨૨૪.૪ અબજ ડોલર થઇ હતી. બજારમાં ફરતા ન્યુઝીલેન્ડ ડોલર ૩૪૬.૪ અબજ ડોલર અથવા મુલ્ય ૨૨૭ અબજ અમેરિકન ડોલર કરતા હવે બિટકોઈનનું મુલ્ય વધી ગયું છે. આનો અર્થ એ થાય કે વિશ્વની ૩૪ આગેવાન ફ્યાટ કરન્સી કરતા બિટકોઈન વધુ મુલ્યવાન થઇ ગયો છે.

બીત્કોઈને આ વર્ષે ગણનાપાત્ર ૭૦ ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. અલબત્ત, નવી ઉંચાઈ સ્થાપિત થવાની બાકી છે, જે ડીસેમ્બર ૨૦૧૭મા ૧૪૩૪૫ ડોલર સ્થપાઈ હતી. ઓલ ટાઈમ હાઈ ભાવને પહોચવા ૩૦ ટકાની વૃદ્ધિ બાકી છે, ત્યારે ગુગલ સર્ચમાં બિટકોઈન શબ્દ શોધનારાઓની સંખ્યા ૨૦૧૭ની તુલનાએ ઓછી, છતાં ૮૫ ટકા જેટલી છે. ક્રીપ્ટો એનાલીસ્ટો કહે છે કે તમે સાવ ચુપ રહેતા શાંત તેજીવાળાને મહાત કરી શકતા નથી. ભાવ જે રીતે વધ્યા છે તે જોતા, બિટકોઈનની તેજીમાં હવા ભરનારાઓમાં ગુગલ સર્ચ કરવાવાળાની સંખ્યા ઓછી નથી.

શા માટે અસંખ્ય લોકો બિટકોઈનમાં શુ બની રહ્યું છે, તેના પર નજર રાખીને બેઠા છે? કારણ છે બિટકોઈન ડીસેમ્બર ૨૦૧૭ની ઓલા ટાઈમ હાઈ ૧૪૩૪૫ ડોલરની સપાટી સર કરવા અગ્રેસર બન્યો છે. નેટવર્કીંગ વધવાથી ખુબ ઓછા સોદે બિટકોઈનમાં મોટી અફડાતફડી જોવાઈ રાહી છે. સિંગાપુરની મલ્ટી નેશનલ એન્ડ ફાઈનાન્સ સર્વિસીસ કોર્પોરેશન નામે ડીબીએસ બેન્કે ક્રીપ્ટોકરન્સીસ અને આ ક્ષેત્રમાં થઇ રહેલી નવી પ્રગતિ પર એક રીપોર્ટ તૈયાર કર્યો છે. આ અહેવાલ કહે છે કે ખાસ કરીને કોરોના મહામારી સમયે જગતની તમામ સેન્ટ્રલ બેંકોની સમસ્યાનો પાર નથી, ત્યારે ડીજીટલ એસેટ્સની ભૂમિકાનો વ્યાપ વિસ્તરી રહ્યો છે.

આ તરફ હોંગકોંગ અસંખ્ય ક્રીપ્ટો કરન્સી એક્સચેન્જોનું હબ બની ગયું છે. આથી જ હોંગકોંગનાં સીક્યુરીટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશને ૨૦૧૮મા જ નવો કાનુન પસાર કરીને ડીજીટલ એસેટ્સ ફંડ મેનેજરો અને ડીસ્ટીબ્યુટર્સને કાયદાના ચક્રવ્યુહમાં લાવ્યા બાદ હવે અસંખ્ય દેશો આ કવાયતમાં પડ્યા છે.          

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)