મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ Bank Holidays in April 2021, એપ્રિલ મહિનામાં જાહેર અને ખાનગી સેક્ટરના તમામ બેન્કો 15 દિવસ બંધ રહેશે. એપ્રિલ મહિનાના 30 દિવસમાંથી લગભગ15 દિવસ એટલે કે અડધો મહિનો રજાઓ કર્મચારીઓને ભોગવવા મળશે. આવા સમયે તમારા બેન્ક સંબંધિત કામોને તેમની રજાઓના હિસબથી પતાવતા રહેજો. તેના માટે આ તારીખો ખાસ નોંધી લેજો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની વેબસાઈટ પર આ રજાઓની જાણકારી પણ આપવામાં આવેલી જ છે. જે મુજબ 1 અને 2 એપ્રિલે બેન્ક બંધ રહેશે કારણ કે 1 એપ્રિલને ક્લોઝિંગ ઓફ એકાઉન્ટ્સને પગલે રજાની સૂચના જાહેર કરાઈ છે, જ્યારે 2 એપ્રિલે ગુડ ફ્રાઈડેની અસર બેન્કો પર રહેશે. જોકે ગુડ ફ્રાઈડેના દિવસે, અમદાવાદ, ચંદીગઢ, ગુવાહાટી, જયપુર, શિમલા અને જમ્મૂમાં બેન્કો ખુલ્લા રહેશે.

આ ઉપરાંત 4 અને 5 એપ્રિલે પણ બેન્ક બંધ રહેશે. 4 એપ્રિલે રવિવાર હશે જ્યારે આરબીઆઈ મુજબ 5 એપ્રિલે ફક્ત હૈદરાબાદમાં બાબૂજગજીવન રામ જયંતીના કારણે બેન્ક બંધ રહેશે. અન્ય તમામ રાજ્યોમાં બેન્કો ખુલ્લી રહેશે. એવામાં આવો જોઈએ એપ્રિલ મહિનાની તમામ રજાઓની યાદી...

6 એપ્રિલ- રાજ્ય વિધાનસભા ચૂંટણીના પગલે ચેન્નાઈ અને ગુવાહાટીમાં બેન્ક બંધ રહેશે.
10 એપ્રિલ- મહિનાનો બીજો શનિવાર હોવાને પગલે રજા
11 એપ્રિલ- રવિવાર
13 એપ્રિલ- ગુડી પાડવા, વૈશાખી, પહેલી નવરાત્ર (બેલાપુર, બેંગાલુરુ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મૂ, મુંબઈ, નાગપુર, પણજી, શ્રીનગરમાં બેન્ક બંધ રહેશે અન્ય રાજ્યોમાં 13 એપ્રિલે બેન્કો ખુલ્લી રહેશે)
14 એપ્રિલ- ડોક્ટર ભીમરાવ આંબેડકર જયંતિ (14 એપ્રિલે ભોપાલ, ચંદીગઢ, નાગપુર, રાયપુર, શિલાંગ, શિમલામાં બેન્કો ખુલ્લી રહેશે)
15 એપ્રિલ- હિમાચલ દિવસ, બંગાળી નવ વર્ષ દિવસ( અગરતલા, ગુવાહાટી, કોલકત્તા, રાંચી અને શિમલામાં બેન્કો બંધ રહેશે
16 એપ્રિલ- બેહાગ બિહૂ (ફક્ત ગુવાહાટીમાં બેન્ક બંધ રહેશે બાકીના રાજ્યોમાં બેન્કો કાર્યરત રહેશે)
18 એપ્રિલ-રવિવાર
21 એપ્રિલઃ રામ નવમી (અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, લખનઉ, મુંબઈ જેવા ઘણા સ્થાનો પર બેન્કોમાં રજા રહેશે)
24 એપ્રિલઃ મહિનાનો ચોથો શનિવાર
25 એપ્રિલઃ રવિવાર