મેરાન્યૂઝ નેવટર્ક.શિરડીઃ સાંઈ બાબાના જન્મ સ્થાનને લઈને ઉપજેલા વિવાદ બાદ આજે શિરડી સંપૂર્ણ રીતે બંધ છે. બજારો સુમસામ છે. તમામ દુકાનો બંધ છે. રસ્તાઓ પર એકાદ બે લોકોને છોડીને કોઈ દેખાતું પણ નથી. જોકે સાંઈ બાબા મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે કે, બંધ છતાં મંદિર ખુલ્લું રહેશે. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાંઈબાબાના જન્મ સ્થાનના ઉપર કરવામાં આવેલા નિવેદનને કારણે આ આખી બબાલ ઊભી થઈ છે જેને શાંત કરવાને પગલે વાતચિત કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે આ વિવાદ તે સમયે પેદા થયો છે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરભણી જિલ્લાના પાથરીમાં સાંઈ બાબા સાથે જોડાયેલા સ્થાન પર સુવિધાઓના વિકાસ કરવા 100 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. ઘણા શ્રદ્ધાળુ પાથરીને સાંઈ બાબાનું જન્મસ્થાન માને છે, જ્યારે શિરડીના લોકોનો દાવો છે કે સાંઈ બાબાનો જન્મ અજ્ઞાત છે.
શિરડી સ્થિત સાંઈબાબા સંસ્થાનના મુખ્ય કાર્યકારી દીપક મુગલીકરએ કહ્યું કે બંધ છતાં મંદિર ખુલ્લું રહેશે. સ્થાનીક ભાજપના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખેએ કહ્યું કે તેમણે સ્થાનીક લોકો દ્વારા બોલાવાયેલા બંધનું સમર્થન કર્યું છે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીને સાંઈબાબાના જન્મસ્થાન પાથરી હોવાના સંબંધીત નિવેદનને પાછું લેવું જોઈએ, પૂર્વ રાજ્યમંત્રીએ કહ્યું કે, દેશના ઘણા સાંઈ મંદિરોમાં એક પાથરીમાં પણ છે. તમામ સાંઈ ભક્ત તેને જાણે છે, તેથી તે વિવાદ ખત્મ થવો જોઈએ. કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણએ શુક્રવારે કહ્યું હતું કે પાથરીમાં વિકાસનો વિરોધ જન્મસ્થાન વિવાદને કારણે થવો જોઈએ નહીં.

પરભણી જિલ્લાનું પાથરી શિરડીથી અંદાજીત 275 કિમી દૂર આવેલું છે. ઠાકરેએ તેને સાંઈની જન્મભૂમિ કહી અને તેને વિકસાવા 100 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી દીધી હતી. આમ તો સાંઈના જન્મને લઈને સાફ-સાફ જાણકારી કોઈને પણ નથી, પરંતુ કહેવાય છે કે તે શિરડી આવીને વસી ગયા હતા. તે પછી શિરડીની ઓળખ પણ સાંઈના શિરડી તરીકે થવા લાગી હતી.

સીએમના એલાન પછી શિરડી ગામના નિવાસી નારાજ થઈ ગયા છે. શિરડી સાંઈ  ટ્રસ્ટના કાર્યકર્તાઓનું કહેવું છે કે તેમણે પાથરીના વિકાસથી કોઈ વાંધો નથી પરંતુ સાંઈની જન્મભૂમિ કહેવી તે યોગ્ય નથી તેવું તેમનું કહેવું છે. આ પહેલા પણ સાંઈ બાબા અને તેમના માતા-પિતા અંગે ઘણા દાવાઓ થઈ ચુક્યા છે. સીએમના નિવેદનથી લોકો નારાજ થતાં શિરડીમાં આજે બંધ પડાયો છે.