મેરાન્યૂઝ નેટવર્ક.બનાસકાંઠાઃ ગુજરાતમાં દારુબંધી છે છત્તાં દારુ ઠેરઠેર મળે જ છે તે સત્ય કોઈ ઠુકરાવી શકે તેમ નથી. આમ સામાન્ય જનતા હેલમેટનો પણ નિયમ તોડી શક્તી નથી ત્યાં ગુજરાતની બોર્ડર દારુનો મોટો જથ્થો કેવી રીતે ક્રોસ કરી જાય છે તે એક તપાસનો વિષય છે પરંતુ હવે બનાસકાંઠામાં એક પોલીસ કર્મચારીના ઘરમાંથી જ દારુની બોટલ્સ મળી છે. ઘરમાં પોતાના ટોઈલેટમાં સંતાડીને રાખેલો આ દારુ પોલીસને હાથે લાગ્યો છે. પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

બનાસકાંઠામાં માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના સરકારી ક્વાર્ટરમાંથી જ દારૂનો જથ્થો ઝડપાયો છે. જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના સરકારી ક્વાર્ટરમાંથી દારૂ ઝડપાયો છે. પોલીસે સરકારી ક્વાર્ટરમાંથી ઝડપાયેલી ચાર બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ કર્મચારી સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


 

 

 

 

 

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એવા માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અરવિંદભાઇ તેજાભાઈ નામનો પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ કોન્સ્ટેબલના ઘરેથી દારૂનો જથ્થો હોવાની ખાનગી રહે માહિતી મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન પોલીસ લાઈનમાં આવેલો અરવિંદ સરકારી ક્વાર્ટરના ટોઈલેટમાં સફેદ પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલી ચાર સીલ બંધ દારૂની બોટલ મળી આવી હતી.

પોલીસે ચાર બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ કોન્સ્ટેબલ સામે ધ ગુજરાત પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે અરવિંદ નામનો આ પોલીસ કર્મચારીએ દારૂની બોટલ ક્યાંથી લાવી હતી અને કેટલા સમયથી લાવે છે, તે પીવા માટે લાવ્યો હતો કે, વેચવા માટે તે અંગે પણ તટસ્થ તપાસ થાય તો હજુ પણ વધુ વધુ માહિતી બહાર આવી શકે તેમ છે પરંતુ હવે તેની લોકમુખે પણ ચર્ચાઓ થવા લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.