મેરાન્યૂઝ નેટવર્ક.બનાસકાંઠાઃ દિવાળીનો તહેવાલ લોકો માટે ખુશીઓ લાવે છે અંધકાર દૂર થાય અને અજવાળું આવે છે. પરંતુ બનાસકાંઠાના આ પરિવાર માટે દિવાળી અજવાળાને બદલે દુઃખોનું અંધકાર લાવી છે.  પાલનપુરના સાસમ ગામના પિતા પુત્ર ડીસાથી શનિવારે બાઈક પર કપડાં ખરીદી કરી પરત આવતા હતા. દરમિયાન વળાંક લેતા વખતે સામેથી આવતા એક ડમ્પર સાથે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.

તેમને સારવાર માટે પાલનપુર ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ત્યાં પુત્રને મૃત જાહેર કર્યો હતો. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.

સાસમ ખાતે રહેલાત પ્રવિણજી પ્રતાપજી બોકરવાડિયા દિવાળીના તહેવાર હોવાને કારણે પોતાના સૌથી મોટા પુત્ર સુરેશજી (ઉં.વ. 21)ને લઈને શનિવારે તેમના બાઈક પર ડીસા ખાતે ખરીદી કરવા માટે ગયા હતા. ખરીદી કરીને પિતા પુત્ર બંને પરત ઘર તરફ આવી રહ્યા હતા. દરમિયાન મોા ગામ તરફ વળાંક લેતી વખતે પાલનપુર તરફથી આવતા ડંપર ચાલકે તેમના બાઈકને ફંગોળી નાખ્યું હતું. અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તબીબે સુરેશજીને મૃત જાહેર કર્યા હતા. ઘટનાથી પરિવારજનો શોકમય બન્યા છે. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.