મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: બાજીરાવ મસ્તાનીના એક્ટર સચિન રાવલના લગ્ન ઉસ્માનપુરાની ચૈતાલી જાની સાથે ગત  શનિવારે  સંપન્ન થયો. આ એ જ સચિન રાવલ છે જેમણે બાજીરાવ મસ્તાની ફિલ્મમાં તુક્કાજીનો રોલ કર્યો હતો.

સચિન રાવલએ મૂળ ગુજરાતના પાલનપુરનો છે જે ૧૦ વર્ષથી મુંબઈમાં ફિલ્મ-ટેલીવિઝનમાં એકત્ર તરીકે કામ કરે છે અને તેણે બાજીરાવ મસ્તાની ફિલ્મમાં તુક્કાજીનો રોલ કરવા માટે ઓફર કરવામાં આવી હતી અને તેણે બાજીરાવ મસ્તાની ફિલ્મમાં રણવીરસિંહ સાથે તુક્કાજીનો રોલ કર્યો હતો.

અમદાવાદ લગ્ન કરવા માટે સચિન તેના પરિવાર સાથે મુંબઈથી પાલનપુર આવ્યો હતો અને ચૈતાલી રાવલ કેનેડાથી અમદાવાદ આવી હતી અને પરિવાર સાથે પાલનપુર લગ્ન માટે ગઈ હતી. ચૈતાલી કેનેડીયન સીટીઝન છે અને કેનેડામાં ફેશન ડીઝાઈનર તરીકે કામ કરે છે. આ બંનેના લગ્ન પાલનપુરના નાગરપુર ગામના નીલેશ્વર મહેદેવમાં કરવામાં આવ્યા.

લગ્ન બાદ હાલ સચિન તેની વાઈફ સાથે તેના મૂળ વતન પાલનપુરની મુલાકાતે છે અને ભવિષ્યમાં તે તેની પત્ની ચૈતાલી સાથે કેનેડામાં સ્થાયી થશે.