મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસે આરોપીના સગા પાસેથી કેસ ન કરવાનો તોડ કરી નાણા માંગતા હોવાનો ઓડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વાયરલ ઓડિયોમાં બજાણા પોલીસ આરોપીના સગા પાસેથી કેસ નહીં કરવાના પહેલા રૂ.૨૫,૦૦૦ માંગે છે. જ્યારે સામે આરોપીના સગા રૂ.૧૦,૦૦૦માં પતાવાનું કહે છે. પોલીસ પહેલા રૂ.૨૫,૦૦૦ માં રૂ.૫,૦૦૦ ઓછા કરૂ છું. ૨૦,૦૦૦ માં પતાવવાનું કહે છે અને તે રૂ.૨૦,૦૦૦ માંથી પણ રૂ.૫,૦૦૦ ઓછા કરૂ છુ ૧૫,૦૦૦ માં ફાઇનલ કરાય છે. જોકે, આ અંગે બજાણા પોલીસના પીએસઆઈ ડી.બી.ઝાલાએ જણાવયું કે, સોશ્યલ મીડિયામાં આધાર પુરાવા વગરનું ઘણું બધું ફરતુ થતું હોય છે. આવુ કાંઇ બન્યુ જ નથી.

વાતચીતના ઓડિયોના અંશો

આરોપીના સગા: રૂ.૧૦,૦૦૦ લાવયા છીએ કેસનું પતાવાના ?

પોલીસ: રૂ.૧૦,૦૦૦ માં નો મેળ પડે. તમારા લીધે મારે ક્યાં આંખે થવું. ૫ ઓછા કરી ૨૦નું કરી દો. ટોટલી નામ મારૂ આવે છે કે સાહેબે આ કેસમાં પૈસા લીધા છે.

આરોપીના સગા: અમે ૫ ની ગણતરી કરીને આવયા હતા.

પોલીસ: હું પાટડી હતો ત્યારે રૂ. ૫ લીધા વગરના જવા દીધો હતો, હાલ ૧૫ લાવો તો હું કરી દઇશ

આરોપીના સગા: અમે આયા ‘તા તમે નો’તા અને સટાફે કહેલું કે, પૈસા વગર નહીં પતે. 

પોલીસ: મને શોખ થાય છે, ગાયને મારીને કૂતરાને ધરાવુ. બધુ કબજે નથી બતાવયું, પછી કાંઇ નહીં થાય.