મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈ : બાહુબલીથી ધમાલ મચાવનાર અભિનેતા 23 ઓક્ટોબરના રોજ તેનો જન્મદિવસ ઉજવે છે. 1979 માં, પ્રભાસનો જન્મ ચેન્નઇમાં થયો હતો. આ પહેલા માત્ર દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમનો ડંકો વાગતો હતો, જ્યારે બાહુબલી પછી તેને દેશમાં ઓળખ મળી. પડદા પર એક્શન, રોમાન્સ કરવા વાળો પ્રભાસ વાસ્તવિક જીવનમાં ખૂબ શરમાળ છે. તેમના જન્મદિવસ પર તેને લગતી કેટલીક વિશેષ વાતો જાણો.

2002 માં પ્રભાસે તેલુગુ ફિલ્મ ઈશ્વરથી ફિલ્મની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે રાઘવેન્દ્ર, વર્શમ, યોગી, એક નિરંજન, રેબલ , બાહુબલી: ધ બિગિનિંગ અને બાહુબલી: ધ કન્ક્લુજન સહિતની અન્ય ફિલ્મોમાં જોવા મળ્યો. પ્રભાસને એક સમયે ફક્ત એક જ ફિલ્મ કરવાનું પસંદ છે.

બાહુબલી ફિલ્મનું શુટિંગ પાંચ વર્ષ સુધી ચાલ્યું હતું . આ સમય દરમિયાન તેણે એક પણ ફિલ્મ સાઇન કરી ન હતી. બાહુબલી માટે, પ્રભાસે તેના ફિઝીક પર સખત મહેનત કરી. ડિરેક્ટર રાજામૌલી ઇચ્છતા હતા કે તેમનું વજન વધે પરંતુ તે ચરબીવાળા દેખાવો ના જોઈએ . એવા અહેવાલો આવ્યા હતા કે પ્રભાસને બાહુબલી માટે 25 કરોડ રૂપિયા મળ્યા હતા.

પ્રભાસના ચાહકો તેને ડાર્લિંગના નામથી બોલાવે છે. 2010 માં પ્રભાસની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ડાર્લિંગ આવી હતી, જેના પછી તેને તેલુગુ સિનેમામાં આ જ નામથી બોલાવતા હતા . જ્યારે પ્રભાસ 2012 માં ફિલ્મ રેબલ ફિલ્મમાં દેખાયો ત્યારે તે 'રેબલ સ્ટાર' તરીકે ઓળખાવા લાગ્યો.

બાહુબલી પહેલા પ્રભાસ અજય દેવગણની એક્શન જેક્સનમાં જોવા મળ્યો હતો. જોકે તે એક ગીતમાં કેમિયો રોલમાં હતો. તે ફિલ્મના એક સોંગમાં સોનાક્ષી સિંહા સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. બોલિવૂડમાં પ્રભાસ જાણીતો ચહેરો નહોતો. 2009 માં પણ પ્રભાસે અભિનેત્રી કંગના રાનાઉત સાથે કામ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણતા હશે કે કંગનાએ તેની કરિયરની શરૂઆતમાં તેલુગુ ફિલ્મ એક નિરંજનમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં પ્રભાસ અને કંગના હતાં.