મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોરોના વાયરસના હુમલા પછી ચીન હવે બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો સામનો કરી રહ્યું છે. ઉત્તર પૂર્વીય ચીનમાં ત્રણ હજારથી વધુ લોકો એક બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી સંક્રમિત છે. આ બેક્ટેરિયા વેક્સીન બનાવવા વાળા સરકારી બાયોફાર્માસ્યૂટિકલ પ્લાન્ટમાંથી લીક થયા પછી ફેલાયો છે.

ચીનના સ્વાસ્થ્ય અધિકા3રીઓનું કહેવું છે કે, 30 લાખની વસ્તી વાળા લાંઝૂંમાં 3245 લોકોમાં બ્રુસેલોસિસ બેક્ટેરિયા મળ્યો છે. જોકો હજુ સુધી આ બેક્ટેરિયાના સંક્રમણથી કોઈ દર્દીનું મોત થયું નથી. આ બિમારી માણસથી માણસમાં ફેલાઈ રહી નથી, પણ જાનવરોથી જાનવરોમાં માંસથી બનેલા ઉત્પાદનોના ઉપયોગથી ફેલાઈ શકે છે.

આ બીમારીનું નામ માલ્ટા કે મેડિટરેનિયન ફીવર છે, જેના મુખ્ય લક્ષણ સાંધાના અને માથાના દુઃખાવાના છે. આ બીમારીને જોતા 22000 લોકોની સ્ક્રીનિંગ બાદ 1401 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમેરિકાના સીડીસીના મુજબ ઈન્ફેક્શન થવા પર કેટલાક લોકોમાં લક્ષણો લાંબા સમય સુધી રહી જાય છે અને લક્ષણ એવા પણ હોય છે જે ક્યારેક પુરી રીતે ખત્મ જ ન થાય.

ચીની તંત્રનું કહેવું છે કે, બાયોફાર્માસ્યૂટિકલ પ્લાન્ટએ એક્સપાયર થઈ ચૂકેલા ડિસઈન્ફેક્ટેંટનો ઉપયોગ કર્યો હતો. આ પ્લાન્ટમાં બ્રૂસેલ વેક્સીન બનાવવામાં આવે છે. તેના કારણે ફેક્ટરીના એગ્જોસ્ટથી બેક્ટેરિયા પુરી રીતે ક્યારેય ખત્મ નથી થતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીંથી નિકળેલી ગેસ એરોસોલ બનીને હવા સાથે લાંઝૂ વેટરિનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પહોંચી ગઈ.

આ ફેક્ટરીમાં ગત ડિસેમ્બરે 200 લોકો સંક્રમિત થયા છે. ચીની અધિકારીઓએ કહ્યું કે બેક્ટેરિયલ ફેલાવવામાં ઘેટાં, પશુઓ અને સૂંઅર મદદ કરે છે. જોકે પ્લાન્ટએ આ ઘટના માટે માફી માગી છે પરંતુ સરકારએ તેનું લાયસન્સ પાછું લઈ લીધું છે. હવે ઓક્ટોબરમાં દર્દીઓને વળતર આપવામાં આવશે.