મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં એક 11 મહિનાની બાળકી જેનું નામ જિક્રા મલિક છે તેને પગ તૂટી જવાની ઘટના બની હતી. જિક્રા પોતાના પોતાના બેડ પરથી પડી ગઈ હતી, જેને કારણે તેના એક પગનું હાડકું તૂટી ગયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના ગત 17 ઓગસ્ટની છે જ્યારે બાળકી દિલ્હી ગેટ સ્થિત પોતાના ઘરે બેડ પરથી પડી ગઈ હતી. પરિવારના લોકો જલ્દીથી તેને લોક નાયક હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. જ્યાં તેમને ખબર પડી કે તેના પગનું હાડકું તૂટી ગયું છે. બાળકીનો ઉપચાર કરવા ડોક્ટરોએ ટ્રેક્શન વિધિનો નિર્ણય કર્યો હતો.

ટ્રેક્શનનો મતલબ થાય કે નિયમિત ખેંચાણ, આ વિધિ બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ઉપચાર માટે પ્રયોગમાં લેવાય છે. આ વિધિ 15 કિલોથી ઓછા વજનના બાળકોની જાંઘ કે કમરના હાડકા તૂટવા દરમિયાન ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે.

જિક્રાની સારવારના પહેલા દિવસે જ તે ઘણી હલી રહી હતી, જેના પર તબીબોએ પરિવારજનોને તેને યોગ્ય પોઝિશનમાં રાખવા માટે કહ્યું હતું. જિક્રાની માતાએ તેની ડોલને પણ તે જ સ્થિતિમાં રાખવાનું વિચાર્યું જેથી જિક્રાનો પણ ઈલાજમાં સહકાર રહે અને આ આઈડિયા કામ કરી ગયો. જિક્રા હવે યોગ્ય પોઝિશનમાં પોતાની ડોલ પરી સાથે સારવારમાં સહકાર આપે છે.