મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: પ્રખ્યાત ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ બબીતાજી એટલે કે મુનમુન દત્તા તથા ટપ્પુ એટેલે કે રાજ અનડકટ વચ્ચે અફેર હોવાની ચર્ચા વચ્ચે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયામાં બે પોસ્ટ શૅર કરી છે. પ્રથમ પોસ્ટમાં મુનમુન એટલે કે બબીતાજીએ કહ્યું કે,, 'મીડિયા તથા ઝીરો ક્રેડિબિલિટી ધરાવતા જર્નલિસ્ટ. તમને કોઈના અંગત જીવનની કાલ્પનિક વાતો છાપવાની આઝાદી કોણે આપી અને એ પણ તેમની મરજી વગર? તમારા આ ખરાબ વર્તનને કારણે સામેની વ્યક્તિની ઇમેજને નુકસાન પહોંચે છે. શું તમે તેના માટે જવાબદાર છો? તમે TRP માટે જે મહિલાએ થોડા સમય પહેલાં પોતાના દીકરાને ગુમાવ્યો હોય, પોતાના પ્રેમને ખોયો હોય તેને પણ છોડતા નથી. તમે કોઈની ગરિમાને બાજુએ મૂકીને સેન્સેશનલ ન્યૂઝ બનાવવા માટે કોઈપણ સ્તરે જઈ શકો છો, પરંતુ શું તમે તેનું જીવન બરબાદ કરવાની જવાબદારી લઈ શકો છો? જો ના તો તમને પોતાના પર શરમ આવવી જોઈએ.'

Advertisement


 

 

 

 

 

બીજી સોશિયલ મીડિયા પોસ્ટમાં મુનમુન દત્તા (બબીતાજી) એ કહ્યું કે, તમામ સામાન્ય લોકો માટે, મને તમારા પ્રત્યે ઘણી જ આશા હતી, પરંતુ તમે લોકોએ કમેન્ટ સેક્શનમાં જે ગંદકી ફેલાવી છે, કથિત ભણેલા લોકોએ પણ. એનાથી ખ્યાલ આવે છે કે આપણે કેટલા પછાત સમાજમાંથી આવ્યા છીએ. માત્ર તમારી મજાક માટે મહિલાઓને સતત તેમની ઉંમર, સંબંધો અંગે નીચી બતાવવામાં આવે છે. પછી ભલે તમારી મજાના ચક્કરમાં કોઈ વ્યક્તિ મેન્ટલ બ્રેકડાઉનની સ્થિતિમાં જ કેમ ના પહોંચી જાય. હું છેલ્લાં 13 વર્ષથી એન્ટરનટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છું, પરંતુ મારી ગરિમાને ઠેસ પહોંચાડવામાં લોકોને 13 મિનિટ પણ ના થઈ. જો ભવિષ્યમાં કોઈ એ હદે ડિપ્રેશનમાં જાય અને આત્મહત્યા કરવાનું વિચારે તો તમે એકવાર જરૂરથી વિચારજો કે તમારા શબ્દો તેને અંત તરફથી તો નથી લઈ જતા ને? આજે મને પોતાની જાતને ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે.'

Advertisement


 

 

 

 

 

રાજ અનડકટે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી, તેણે કહ્યું હતું, 'જે લોકો સો.મીડિયામાં મારા વિશે ગમે તેમ લખે છે, મહેરબાની કરીને એકવાર વિચારો કે મારા જીવનમાં આ કારણે કેટલી સમસ્યા આવશે. મારા વિશે ચાલતા આ ખોટા ન્યૂઝ મારી સંમતિ વગર છાપવામાં આવે છે. જે પણ ક્રિએટિવ લોકો આ બધું કરી રહ્યા છે, મહેરબાની કરીને તમારી રચનાત્મકતા અન્ય કોઈ બાબતમાં લગાવો. ભગવાન તમને સારા વિચારો આપે.'